GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લા પંચાયત ખાતે આઈ.સી.ડી.એસ. કચેરીના સહયોગથી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા.૧૯/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આંગણવાડી બહેનોને મતદાન કરવા અને કરાવવા પ્રેરિત કરાયા: આમંત્રણ પત્રિકાનું વિતરણ કરાયું, અચૂક મતદાનના શપથ લીધા

Rajkot: આગામી સમયમાં દેશમાં લોકશાહીનો સૌથી મોટો તહેવાર એટલે કે લોકસભા ચૂંટણીનો અવસર આવી રહ્યો છે. જે અન્વયે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે સંકલિત બાળ વિકાસ યોજના કચેરીના સહયોગથી સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રીબેન નાથજીની ઉપસ્થિતિમાં વિવિધ તાલુકામાંથી આવેલા ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર્સ અને આંગણવાડી સુપરવાઇઝર્સને મતદાન કરવા અને કરાવવા પ્રેરિત કરાયા હતાં.

આ કાર્યક્રમમાં શ્રી જિજ્ઞાસાબેન ગઢવી એ ચૂંટણીને લગતા સોસીયલ મીડિયાના હેન્ડલર્સને ફોલો કરવા અને વોટર હેલ્પલાઇન, સી-વિજિલ, સક્ષમ, નો યોર કેન્ડીડેટ વગેરે એપ્લીકેશન્સની માહિતી આપીને તેનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. સ્ટેટસ, સેલ્ફી, રીલ્સ, પોસ્ટ, મીમ્સના માધ્યમથી મતદાન માટે જાગૃતિ ફેલાવવા તેમણે જણાવ્યું હતું. ખાસ કરીને હેઝટેગ મેકિંગ અને રીલ્સ મેકિંગ સ્પર્ધાઓમાં ભાગ લેવા તેમણે વિશેષ અનુરોધ કર્યો હતો.

આ તકે શ્રી સાવિત્રીબેન નાથજીએ આંગણવાડીમાં આવતી મહિલાઓને અને ગૃહમુલાકાત વખતે પરિજનોને સહકુટુંબ મતદાન કરવાનું સમજાવવા માટે પ્રેરિત કર્યા હતા. તેમજ મહિલાઓને મતદાનમાં સહભાગી બનવવા માટે વિવિધ સ્પર્ધાઓ અને રેલીઓ યોજવા સૂચનાઓ આપી હતી. ત્યારે આંગણવાડી બહેનોએ ‘કરીશું મતદાનમાં મોટી ભાગીદારી, અમે ગુજરાતની ગરવી નારી’ સૂત્રને સાર્થક કરવાની ખાતરી આપી હતી.

આ વેળાએ મતદાન કરવા માટે આમંત્રણ પત્રિકાનું વિતરણ કરાયું હતું અને પ્રલોભનમાં આવ્યા વિના અચૂક મતદાનના શપથ લેવાયા હતા. આ કાર્યક્રમમાં આર.સી.એચ.ઓ.શ્રી જે. જી. પોપટ અને નાયબ મામલતદાર શ્રી પ્રીતિબેન વ્યાસ સહિત મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો તથા આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!