GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે AAP પદાધિકારીઓ અને કાર્યકરો સાથે મહત્વપૂર્ણ મીટીંગ કરી

તા.૮/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અરવિંદ કેજરીવાલે રાજકોટમાં કાર્યકર્તાઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું

આગામી ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં નવી રણનીતિની તૈયારી કરવામાં આવી

Rajkot: આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે. આજે રાજકોટમાં આમ આદમી પાર્ટીનાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે મીટીંગ યોજી હતી.

આ મિટીંગમાં અરવિંદ કેજરીવાલની સાથે પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, લોકસભા ઇન્ચાર્જ અજિત લોખીલ, આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોષી, ટ્રેડ વિંગના પ્રદેશ પ્રમુખ શિવલાલ બારસિયા, રાજકોટ ઝોન ઓબ્ઝર્વર અને પ્રવક્તા રાહુલ ભુવા, મહિલા પાંખનાં પ્રમુખ રાજલબેન ગઢવી, પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી જનક ડાંગર, વોર્ડ ઝોન ઈન્ચાર્જ અલ્પેશ ભુવા, રાજકોટ MNP સાઉથ ઝોન કો ઇન્ચાર્જ કે.કે.પરમાર, પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી ચેતન કમાણી, વોર્ડ ઝોન ઈન્ચાર્જ પ્રદીપ સોરઠીયા સહિત અન્ય પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલે હાજરી આપીને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. પ્રદેશમાં આમ આદમી પાર્ટી પોતાની તેજ ગતિથી આગળ વધી રહી છે અને ચૂંટણી પણ આવી રહી છે, તે અંતર્ગત અરવિંદ કેજરીવાલજીની આગેવાનીમાં રણનિતી પણ તૈયાર કરવામાં આવી હતી. મહત્વનું છે કે આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસીય ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે તેઓ ખેડૂતોને મળ્યા હતા. સાથે હડદડ કાંડમાં ભોગ બનેલ અને જેલમાં રહેલા ખેડૂતોનાં તથા AAP નેતાઓના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી.

Back to top button
error: Content is protected !!