GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ૭-૮-૯ મે દરમિયાન રાજકોટ એરપોર્ટ સંપૂર્ણ બંધ – મિલિટ્રી સેવાઓ માટે ૨૪ કલાક ખુલ્લું

તા.૭/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ એરપોર્ટની તમામ નાગરિક સેવાઓ ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. ૭, ૮ અને ૯ મે દરમિયાન રાજકોટ ખાતેથી ઉપડનારી તમામ સિવિલ ફ્લાઇટસ બંધ રહેશે. રાજકોટ ખાતેથી ઉપડનારી સાતમી મેની તમામ ફલાઈટસ રદ કરવામાં આવી છે. જ્યારે રાજકોટ એરપોર્ટ તમામ પ્રકારની મિલિટરી સેવાઓ માટે ૨૪ કલાક ખુલ્લું રહેશે, તેમ જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટની યાદીમાં જણાવાયું છે.




