રાજકોટ અમૃત-ર.૦’ યોજના અંતર્ગત કુલ રૂ.૨૯.૦૫ કરોડના ખર્ચે પાસ કરાવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન

રાજકોટ અમૃત-ર.૦’ યોજના અંતર્ગત કુલ રૂ.૨૯.૦૫ કરોડના ખર્ચે પાસ કરાવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
વોર્ડ નં.૧૧માં ‘અમૃત-ર.૦’ યોજના અંતર્ગત કુલ રૂ.૨૯.૦૫ કરોડના ખર્ચે ડી.આઇ. પાઇપલાઇન(લેબર વર્ક) અને ડ્રેનેજ હાઉસ કનેકશન ચેમ્બર તથા
રોડ રીસ્ટોરેશન કરવાનું સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરના નિર્ણયને આવકારતા વોર્ડ નં.૧૧ના કોર્પોરેટરશ્રીઓ
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૧માં (૧) રૂ.૭.૧૪ કરોડના ખર્ચે ‘અમૃત-ર.૦’ યોજના અંતર્ગત ડી.આઇ. પાઇપલાઇન(લેબર વર્ક) (પોકેટ-૧૦, ૧૧, ૧૨ તથા ૧૩) તથા રોડ રીસ્ટોરેશન કરવાનુ કામ (૨) રૂ.૩.૫૩ કરોડના ખર્ચે ‘અમૃત-ર.૦’ યોજના અંતર્ગત ડી.આઇ. પાઇપલાઇન(લેબર વર્ક) (પોકેટ-૧ તથા ર) તથા રોડ રીસ્ટોરેશનનું કામ (૩) રૂ.૭.૫૫ કરોડના ખર્ચે ‘અમૃત-ર.૦’ યોજના અંતર્ગત મોટામવા તથા લક્ષ્મીઢોરા વિસ્તારમાં ડ્રેનેજ હાઉસ કનેકશન ચેમ્બર તથા રોડ રીસ્ટોરેશનનું કામ અને (૪) રૂ.૧૦.૮૨ કરોડના ખર્ચે ‘અમૃત-ર.૦’ યોજના અંતર્ગત ડી.આઇ. પાઇપ લાઇન(લેબર વર્ક) (પોકેટ-૩, ૪, ૫, ૬, ૭, ૮ તથા ૯) તથા રોડ રીસ્ટોરેશન કરવાનું કામ આમ કુલ રૂ.૨૯.૦૫ કરોડના કામો આજરોજ સ્ટેન્ડીંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.
વિશેષમાં, આ કામ થવાથી આશરે ૫૬,૦૦૦ જેટલા લોકોની સુવિધામા વધારો થશે.
ઉક્ત કામો મંજુર કરવા બદલ શાસક પક્ષ નેતા તથા વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર લીલુબેન જાદવ, કોર્પોરેટર ભારતીબેન ફર્નાન્ડીઝ પાડલીયા, રણજીતભાઈ સાગઠીયા, વિનોદભાઈ સોરઠીયા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો આભાર વ્યકત કરેલ.



