ARAVALLIGUJARATMODASA

મોડાસા-ટીંટોઈ રેલવે લાઇનના કારણે ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ .તાત્કાલિક કામગીરી કરવા કોંગ્રેસ ની રજૂઆત..

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા-ટીંટોઈ રેલવે લાઇનના કારણે ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ .તાત્કાલિક કામગીરી કરવા કોંગ્રેસ ની રજૂઆત.

મોડાસા–ટીંટોઈ રેલવે લાઇનના કામ દરમ્યાન યોગ્ય આયોજન ન થવાને કારણે અરવલ્લી જિલ્લાના અનેક ગામોમાં ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે.
હાલના ભારે વરસાદને કારણે બામણવાડ, ટીંટોઈ, બોલુંદરા, ઉમેદપુર, જીતપુર, વાઘોડિયા અને ઇસરોલ સહિતના ગામોમાં કેટલાય વિઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું છે. ખેડૂતો માટે પોતાના ખેતરો સુધી પહોંચવાના રસ્તાઓ પણ રેલવે લાઇનના કારણે મુશ્કેલ બની ગયા છે.છેલ્લા એક વર્ષથી ખેડૂતો સતત રજૂઆતો કરતા આવ્યા છે, તેમ છતાં રેલવે તંત્ર બેદરકારી રાખી રહ્યું છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલ દ્વારા કલેક્ટર અને રેલવે અધિકારીઓને કડક પત્ર લખવામાં આવ્યો છે.કોંગ્રેસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે તાત્કાલિક પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે. ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર ચૂકવવામાં આવે.ખેતરો સુધી જવા માટે કાયમી રસ્તાની સુવિધા કરવામાં આવે.જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ ખેડૂતો સાથે રસ્તા પર ઊતરશે અને રેલવે તંત્ર વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરશે. ખેડૂતોના જીવનજરૂરિયાતો અને અન્નઉત્પાદનને ખતરો થાય તેવા બેદરકારી ભર્યા વલણને કોંગ્રેસ ક્યારેય સહન નહીં કરે.

Back to top button
error: Content is protected !!