GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” ૯૭૮ આંગણવાડી કેન્દ્રોમાં સુવિધા અને બ્યુટિફિકેશનનું કાર્ય વેગવંતુ

તા.૬/૨/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

હવે દીવાલો પણ શીખવશે : BaLA પેઇન્ટિંગથી આંગણવાડી કેન્દ્રોમાં શિક્ષણનો અભિગમ

Rajkot: બાળકોના સર્વાંગી વિકાસ તથા પૂર્વ-પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” રાજકોટ જિલ્લામાં વેગવંતી બની છે. જે અન્વયે જિલ્લાના કુલ ૯૭૮ આંગણવાડી કેન્દ્રોમાં જરૂરીયાત અનુસાર નાના-મોટા સમારકામ ગ્રાન્ટ, જિલ્લા સ્વભંડોળમાંથી આપવામાં આવેલી બ્યુટિફિકેશન ગ્રાન્ટ તેમજ PGVCL CSR ગ્રાન્ટમાંથી નવીનીકરણનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આંગણવાડી કેન્દ્રોમાં આંતરિક અને બાહ્ય સફાઈ કામગીરી પણ કરવામાં આવી રહી છે.

નવનીકરણ કામગીરીમાં કલરકામ, Building as Learning Aid (BaLA) પેઇન્ટિંગ, તેમજ અન્ય માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધી ૧૬૪ આંગણવાડી કેન્દ્રોમાં કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે બાકીના કેન્દ્રોમાં કામગીરી પ્રગતિ હેઠળ છે.આ ઉપરાંત જિલ્લામાં જુના વર્ષોની બચત ગ્રાન્ટમાંથી આયોજનમાં લેવાયેલા કુલ ૧૬૯ આંગણવાડી કેન્દ્રો પૈકી હાલમાં ૯૨ આંગણવાડી કેન્દ્રોમાં નવા બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ છે.

રાજ્ય સરકાર દ્વારા આઈ.સી.ડી.એસ. યોજના અંતર્ગત તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૨૬ થી ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમ્યાન સરકારી મકાનમાં કાર્યરત આંગણવાડી કેન્દ્રોને વધુ સુવિધાયુક્ત અને આકર્ષક બનાવવા સમગ્ર રાજ્યમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ઝુંબેશનો મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રોની માળખાકીય સુવિધાઓમાં સુધારા સાથે મજબૂતી અને સૌંદર્યીકરણ સુનિશ્ચિત કરવાનો છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી, રાજકોટના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર (ICDS) કચેરી મારફતે તાલુકા કક્ષાએ પોતાના મકાન ધરાવતા આંગણવાડી કેન્દ્રોને સ્માર્ટ અને ચાઈલ્ડ-ફ્રેન્ડલી બનાવવા માટે ઉપલબ્ધ વિવિધ ગ્રાન્ટમાંથી આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ સમગ્ર પહેલ દ્વારા રાજકોટ જિલ્લામાં બાળકોના સર્વાંગી વિકાસ અને ગુણવત્તાયુક્ત પૂર્વ-પ્રાથમિક શિક્ષણ માટે મજબૂત પાયો પુરો પાડશે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!