BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર તાલુકાના ચંડીસર પ્રાથમિક શાળામાં પોષણ ઉત્સવની ઉજવણી કરાઈ

9 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર તાલુકાના સામઢી સેજા ના ચંડીસર ગામમાં આવેલી ચંડીસર પ્રાથમિક શાળા નંબર એકમાં સોમવારે પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ટીએચઆર અને મિલેટમાંથી બનતી પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જે આંગણવાડી કેન્દ્ર મારફતે અપાતા મિલેટ તથા સરગવામાંથી બનતી પોષણયુક્ત વાનગીઓ વિશેની જાગૃતા કેળવાય તે માટે જુદા જુદા સ્થર પર પૌષ્ટિક વાનગીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ વાનગીનું મૂલ્યાંકન અને આયોજક સ્ટાફ તથા શિક્ષકો અને મુખ્ય સેવિકાબેન તથા સીડીપીઓ દ્વારા કરવામાં આવ્યું હતું તથા પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવનારને પ્રમાણપત્રક આપવામાં આવ્યા હતા.અને લાભાર્થીઓ ને ઇનામ આપવામાં આવ્યા હતા .

Back to top button
error: Content is protected !!