
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ 5 ઓગસ્ટનાં રોજ વાંસદા નેશનલ પાર્કનાં બ્રિડિંગ સેન્ટરમાંથી તાળુ તોડી વન્યપ્રાણી ચૌશિંગાનો શિકાર કરનાર, ડુંગરડા ગામનાં 5 ઇસમો સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ-1972 હેઠળ ગુનો નોંધી, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.વન અધિકારીઓ દ્વારા આ ગુના બાબતેની તપાસ કરતા તારીખ 6 ઓગસ્ટના રોજ ડુંગરડા ગામના 5 ઇસમોને પકડી લેવામાં આવ્યા હતા.જેમા આરોપીઓમાં વિક્રમભાઇ નગીનભાઇ ચૌધરી, દિલીપભાઇ ઝુલ્યાભાઇ ચૌધરી, રવજીભાઇ માહદુભાઇ ચૌધરી, જમનાભાઇ જનતાભાઇ ચૌધરી, તેમજ મહેન્દ્રભાઇ બયુભાઇ ચૌધરીની સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ-1972ને આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ આ પાંચેય ગુનેગારોને ચુસ્ત બંદોબસ્ત સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.આ સાથે જ ત્રણ ગુનેગારોના રીમાન્ડ મંજુર કરી અન્ય બે ગુનેગારોને સબ જેલમાં રાખવામાં આવ્યા છે.આ ઇસમો સામે વધુ તપાસ કરવામાં આવી રહી છે.તેમ વાંસદા નેશનલ પાર્કનાં અધિક્ષક અંકિતા તિવારી દ્વારા, એક અખબારી યાદીમાં જણાવાયું છે.



