GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન’’ નિમિત્તે ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની દ્વારા “ન્યૂ ઈન્ડિયા મહિલા ઉદ્યમ વીમા” પોલિસી જાહેર

તા.૭/૩/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ભારત સરકાર દ્વારા મહિલાઓને ઉદ્યોગ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા તથા સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગમાં મદદ મળે તેવી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની દ્વારા “ન્યૂ ઈન્ડિયા મહિલા ઉદ્યમ વીમા” પોલિસી શરૂ કરવામાં આવી છે.

કંપની દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોને સહયોગ અને સુરક્ષા પૂરી પાડવા આ એક નાનો પ્રયાસ છે. રૂપિયા પાંચ કરોડ સુધીનું કદ અથવા મૂલ્ય ધરાવતી સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ ચલાવતી મહિલા ઉદ્યોગ સાહસિકોના લાભાર્થે આ પોલિસી શરૂ કરવામાં આવી છે, જેમાં આગ અને આનુષંગિક જોખમોને આવરી લેવામાં આવશે.

આ સાથે વધુમાં વધુ રૂ. પાંચ કરોડના મૂલ્યનો નુકસાન વીમો, પ્રથમ નુકસાનનાં આધારે મહત્તમ રૂ. અઢી કરોડનાં મૂલ્ય સાથે ઘરફોડ ચોરીનો વીમો અને મહત્તમ રૂ. પાંચ કરોડના મૂલ્યનો વ્યક્તિગત અકસ્માત વીમો સામેલ હશે. આ પોલિસીમાં જરૂરિયાત મુજબ અન્ય વૈકલ્પિક કવરેજ પણ પસંદ કરી શકાય છે. વધુ વિગત માટે ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડની નજીકની શાખાનો સંપર્ક કરવા કંપનીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!