GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા ઘઉંની ટેકાના ભાવની ખરીદીની તૈયારીઓ અંગે કરશે સમીક્ષા

તા.૨૧/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ભારત સરકારના ગ્રાહક સુરક્ષા, ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થાના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા રાજકોટ જિલ્લાના પ્રવાસે આવનાર છે. જે અન્વયે મંત્રીશ્રી તા. ૨૩ માર્ચે ૧૩.૦૦ વાગ્યે કલેકટર કચેરી રાજકોટ ખાતે પહોંચશે. જયાં ૧૪:૦૦ કલાકે મંત્રીશ્રી રાજ્ય સરકારના કૃષિ સહિતના આનુષંગિક વિભાગોના અધિકારીઓ સાથે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાનમાં ઘઉંની ટેકાના ભાવે થનાર ખરીદીની તૈયારીઓના આયોજન અંગે બેઠક યોજી સમીક્ષા કરશે.


