GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કલાકારશ્રી ભાવેશ આહિર અને તેમના સંગીત વૃંદે શ્રોતાઓમાં દેશભક્તિ જીવંત કરી

તા.૬/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે રાજકોટને રૂ.૫૫૭ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ મળી રહી છે, ત્યારે મુખ્ય કાર્યક્રમ અગાઉ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જાણીતા કલાકાર શ્રી ભાવેશ આહિર અને તેમના સંગીત વૃંદે દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિ કરી હતી. જેથી સમગ્ર વાતાવરણમાં દેશભક્તિનો રંગ છવાઈ ગયો હતો. ભાવેશભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવકારતા ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને રાજકોટ નગરની વિશેષતાઓ સંગીતના માધ્યમથી રજૂ કરી હતી. ઉપરાંત શ્રી ભાવેશભાઈ દ્વારા સારે જહાં સે અચ્છા…, લાગ્યો કસુંબીનો રંગ…, મા તુજે સલામ…, એ વતન તેરે લીયે…, જય જય ગરવી ગુજરાત…. સહિતના માતૃભૂમિની વંદના માટે રચાયેલા ગીતોની પ્રસ્તુતિ થકી ગુજરાતના ગૌરવનું વર્ણન કર્યું હતું.

Back to top button
error: Content is protected !!