Rajkot: બાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા સર્વ જ્ઞાતિના યુવક-યુવતિઓ માટે નિઃશુલ્ક જીવનસાથી પસંદગી મેળો યોજાશે
તા.૩૦/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: માનવ કલ્યાણ મંડળ અને સમસ્ત પાટીદાર સમાજ સંચાલિત “બા નું ઘર વૃદ્ધાશ્રમ” દ્વારા સર્વ-જ્ઞાતિ ના તમામ વ્યક્તિઓ માટે એક અનોખી પહેલ “ફ્રી જીવનસાથી પસંદગી મેળો” યોજાશે
જેમાં અત્યારના વર્તમાન સમય ને અનુલક્ષીને સગાઇ-સગપણમાં થતી અનેક મુશ્કેલીઓ દરેક સમુદાયમાં જોવા મળે છે અમારી સંસ્થાનો હેતુ એ છે કે તમામ ને સુશીલ સંસ્કારી યોગ્ય જીવનસાથી મળી રહે તે આશયથી આ ભવ્ય આયોજન કરવામાં આવે છે. (ફ્રી માં)
આ સંસ્થા હવે એકલતાપણાને ઓગાળી દેવા માટે એક અનોખી પહેલ લઈને આવેલ છે, જેમાં તમામ સર્વ-જ્ઞાતિ ના વ્યક્તિઓ માટે નિઃશુલ્ક જીવનસાથી પસંદગી મેળો છે. આ સેવા ખાસ તેમના માટે છે જે કુંવારા(ઉમર થઇ ગઈ હશે તે પણ લાભ લઈ શકશે), છુટા-છેડા(બાળક હશે તે પણ લાભ લઈ શકશે), વિધુર, વિધવા, ત્યકતા, એકલા રહેતા અને વ્યથિત, વિકલાંગ/અંધ/અપંગ, એવા તમામ વ્યક્તિઓ કે જે જીવનસાથી શોધી રહ્યા છે. તેમના માટે બિલ્કુલ ફ્રી એક ખાસ “જીવનસાથી પસંદગી મેળો” ટૂંક સમયમાં આયોજિત કરવામાં આવશે.
“બા નું ઘર વૃદ્ધાશ્રમ” દ્વારા આ ખાસ જીવનસાથી પસંદગી મેળામાં ભાગ લેતા સર્વ-જ્ઞાતિ ના તમામ વ્યક્તિઓ માટે ફ્રી માં લગ્નની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે. આ તો એક સહૃદય અને સર્વજનહિતાય કાર્ય છે. આ સેવા સંપૂર્ણપણે નિઃસ્વાર્થ અને નિઃશુલ્ક છે.
આ કાર્યક્રમનો ઉદ્દેશ છે કે એવા તમામ વ્યક્તિઓને એક સન્માનજનક મંચ પર લાવવા જ્યાં તેઓ પારસ્પરિક સમજ સાથે એક નવા જીવનનો આરંભ કરી શકે. આ સેવા માટે તમામ વ્યક્તિઓને સહભાગી થવા અમારી હાર્દિક વિનંતી છે કે તેઓ આ યજ્ઞમાં જોડાય અને આ ઉમદા કાર્યને સાકાર બનાવે. આ સંસ્થા રાજકોટમાં રાહતદરે માનવ મૅડિકલ, લેબોરેટરી, અને હોસ્પિટલ પણ ચલાવે છે. આ “બા નું ઘર” વૃદ્ધાશ્રમ સંસ્થા દ્વારા તમામ જ્ઞાતિના લોકો માટે એક રાહતદરનો મેડીકલ સ્ટોર (જેમાં આશરે ૯૫ % જેટલી રાહત), રાહતદરની લેબોરેટરી જેમાં દસ રૂપિયામાં બ્લડ સુગરની તપાસ તેમજ ખુબજ ઓછા દરે લેબોરેટરીની તપાસ કરી આપવામાં આવે છે, અને રાહતદરનું દવાખાનું પણ ચલાવે છે જેમાં ફક્ત દશ રૂપિયાના ટોકનદરે અનુભવી MBBS ડૉ. દ્વારા નિદાન કરી આપવામાં આવે છે, અમારી સંસ્થાના સહયોગથી કોઈપણ જગ્યાએ ફ્રી હેલ્થ કેમ્પ કરવા માટે મોબાઈલ નંબર : 9426737273 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે.
આ સંસ્થામાં નિરાધારો અને જરૂરીયાતમંદ ને દરેક આરોગ્ય સેવાઓ ફ્રી માં કરી આપવામા આવે છે. કારણ કે આરોગ્ય બાબતે અપાતી સેવા એ સર્વોત્તમ સેવા છે અને એ પણ “નો પ્રોફિટ નો લોસ” નાં ધોરણે. “બા નું ઘર વૃધ્ધાશ્રમ” સંસ્થા દ્વારા આવી સેવાઓ કાલાવાડ રોડ પર, ક્રિસ્ટલ મોલની સામે, રાણી ટાવરમાં પ્રથમ માળે, માનવ મેડિકલ, માનવ લેબોરેટરી, અને માનવ હોસ્પિટલ શરૂ કરવામાં આવેલ છે. આ “બા નું ઘર વૃદ્ધાશ્રમ” સાવ નિરાધારો, બહેરા-મૂંગા, ગાંડા, બિન વારસુ, ઘર વિહોણા, આધાર વિનાના લોકોને સાવ ફ્રીમાં રહેવા, જમવા, દવાઓ સાથે આશ્રય આપવામાં આવે છે. આપના ધ્યાનમાં આવી વ્યક્તિઓ હોઈ તો ધ્યાન દોરવા વિનંતી. તેમજ આ સંસ્થાની મુલાકાત લઇ આપને યોગ્ય લાગે તો મદદ કરવા વિનંતિ. સંસ્થામાં સી.એસ.આર ફંડ પણ સ્વીકાર્ય છે. આ સંસ્થાને અપાતું દાન કરમુક્ત છે. સજજનોને દાન આપવા આ સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવે છે.
અત્યારે આ મોંઘવારીના યુગમાં તમામ લોકોને જરૂરી દવાઓ ખુબજ રાહતદરે મળે અને બધી લેબોરેટરીની તપાસ પણ સાવ રાહતદરે થઈ શકે અને ફક્ત દસ રૂપિયામાં દવાખાનાની સેવાઓ ઉપલબ્ધ થાય તે આશય સાથે આ સેવાઓ શરૂ કરવામાં આવેલ છે, જે તમામ જ્ઞાતિઓનાં લોકો માટે કોઈપણ ભેદભાવ વગર ચલાવવામાં આવે છે. આ સેવામાં જોડાઈ આપ સેવા આપવા, દાન આપવા, કે સભ્ય, બનવા માંગતા હોઈ તો સંસ્થાનો સંપર્ક કરવા વિનંતિ.
નોંધ – આપનો સંપૂર્ણ વિગત તેમજ ફોટોગ્રાફ્સ સાથેનો બાયોડેટા વ્હોટસઅપ પર મોકલી આપવા વિનંતી મો, ૯૦૨૩૬૦૦૩૩૭ આપના બાયોડેટા ગુપ્ત રાખવામાં આવશે કોઈપણ સાથે શેર કરવામાં આવશે નહિ. અને બહેનો દીકરીઓ ખાસ આ જીવનસાથી પસંદગી મેળાનો લાભ લઈ પોતાના જીવનસાથીની પસંદગી કરી શકશે (સમય મર્યાદા ૦૧-૦૭-૨૦૨૫ સુધીમાં આપનો બાયોડેટા મોકલી આપશો)
વધુ માહિતી માટે સંપર્ક કરો. મુકેશભાઈ મેરજા, (મો. ૯૪૨૬૭૨૭૩૭૩) ગીતાબેન પટેલ, (મો. ૯૪૨૯૧૬૬૭૬૬) વિભાબેન મેરજા, (મો,૯૪૨૮૧૫૬૬૪૦) ડી.સી.પટેલ, (મો, ૯૯૦૯૯૬૨૪૬૬) સંજય ખીરસરીયા, (મો, ૯૦૩૩૩૩૫૦૫૯) મનીષભાઈ ડેડકિયા, (મો,૯૮૨૫૧૫૬૨૩૯) ભુપતભાઈ ભાણવડીયા (મો,૯૮૨૫૦૫૫૭૦૪) કિરીટભાઈ ડેડકીયા (મો, ૯૪૨૬૯૦૪૭૮૩) મનીષભાઈ વડારીયા ડૉ, વી. એન. પટેલ નરેન્દ્રભાઈ રાંકજા, દિનેશભાઈ અમૃતિયા, અલ્પેશભાઈ સેજાણી, પિયુષભાઈ કણસાગરા, હસમુખભાઈ કાલરીયા, કાન્તાબેન ફળદુ, જગદીશભાઈ કાસુન્દ્રા તથા અજયભાઈ કલોલાનો સંપર્ક કરવો.