GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ શહેરની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

તા.3/11/2025

વાત્સલયમ્ સમાચાર

Rajkot: રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ કુમાર ઝાએ શહેર પોલિસ કમિશ્નરેટ વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓ જેવી કે પોલીસ કમિશ્નરશ્રીની કચેરી, જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી ભવનની કચેરીઓ, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરી, પોલીસ અધિક્ષકશ્રી રાજકોટ ગ્રામ્યની કચેરી, પંડિત દિનદયાળ સિવિલ હોસ્પિટલ, રાજકોટ શહેર મહાનગરપાલિકા હેઠળની કચેરીઓ, ઝોન ઓફિસો, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી, પ્રાંત અધિકારીશ્રીની કચેરીઓ, શહેર અને તાલુકા મામલતદારશ્રીની કચેરીઓ કે જ્યાં રોજ મોટા પ્રમાણમાં જાહેરજનતા પોતાના કામ માટે આવતી હોઇ ત્યાં જનતાને ગેરમાર્ગે દોરી જનારી પ્રવૃત્તિઓ કરતા બિનઅધિકૃત ઈસમ કે ઇસમોની ટોળીના પ્રવેશ પર પ્રતિબંધો જારી કર્યા છે, જેમ તા. ૩૧/૧૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Back to top button
error: Content is protected !!