GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: BAPS સ્વામિનારાયણ મંદિરે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને શ્રી રામનો પ્રાગટ્યપર્વ ધામધૂમપૂર્વક ઉજવાયો

તા.૧૮/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: BAPS સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામના પ્રાગટ્યોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જે ઉપક્રમે સવારે ૭:૩૦ થી ૮:૪૫ દરમ્યાન ઠાકોરજીની વૈદિક મહાપૂજાવિધિ યોજાઈ હતી. જેમાં કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામીના અધ્યક્ષ સ્થાને પૂજ્ય વિશ્વેશતીર્થ સ્વામી અને પૂજ્ય અક્ષરકીર્તિ સ્વામીએ ઉપસ્થિત સૌને મહાપૂજા વિધિમાં જોડ્યા હતા. મહાપૂજાવિધિ બાદ સંતોએ ઠાકોરજીને જન્મોત્સવ પર્વે કેસર જલાભિષેક કરી વધાવ્યા હતા.

ત્યારબાદ ૮:૪૫ થી ૯:૧૫ દરમ્યાન નીલકંઠવર્ણી મંડપમાં શ્રી નીલકંઠવર્ણી મહારાજની કેસર જલાભિષેક વિધિ સાથે સહજાનંદ નામાવલીનો પાઠ યોજાયો હતો. આજના જન્મોત્સવ પર્વે ભક્તોએ ભગવાનના વિશિષ્ટ નૂતન શણગાર દર્શન અને શણગાર આરતી દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો. ઉપસ્થિત ભક્તોએ અક્ષરપુરુષોત્તમ મહારાજને કેસર જળથી અભિષેક દ્વારા વધાવ્યા હતા. ભક્તોએ બપોરે ૧૨ વાગ્યે શ્રીરામ જન્મોત્સવની આરતીનો લાભ લીધો હતો. તેમજ સાંજે મંદિર પરિસર પર ઠાકોરજી સમક્ષ અન્નકૂટ થાળગાન, સંધ્યા આરતી અને અન્નકૂટ દર્શનનો લાભ લીધી હતો.

સાંજે ૫ થી ૬ દરમિયાન શ્રી નીલકંઠવર્ણી અભિષેક મંડપમાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે ૬ થી ૭ દરમિયાન મંદિર પર ઠાકોરજી સમક્ષ અન્નકૂટ થાળ ગાન તથા સંધ્યા આરતી યોજાઈ હતી.

રાત્રે ૮ થી ૧૦:૧૫ દરમ્યાન પ્રમુખસ્વામી સભાગૃહમાં ભગવાન સ્વામિનારાયણ ૨૪૩મા જન્મોત્સવની વિશિષ્ટ સભા યોજાઈ હતી. જેમાં આધ્યાત્મિક માર્ગે ચાલતા મુમુક્ષુઓને ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રેરણાદાયી ચરિત્રો, ચિન્હો અને ચેષ્ટા દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણમાં કઈ રીતે જોડાવું એ માટે વિવિધ માધ્યમો દ્વારા માર્ગદર્શન પાઠવવામાં આવ્યું હતું.

આ જન્મોત્સવની સભાના અંતમાં રાત્રે ૧૦:૧૦ વાગ્યે શ્રીહરિ પ્રાગટ્યોત્સવની ધૂન, આરતી અને કીર્તનગાન રૂપી ભક્તિ દ્વારા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના જન્મોત્સવની ઉજવણી કરી સૌ ભક્તોએ ઘનશ્યામ મહારાજને પારણે ઝુલાવવાનો અને સમીપ દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો. અંતમાં સૌ ભક્તો-ભાવિકો શ્રીહરિના સ્મૃતિઓને સંભારી ભગવાનમાં જોડાવવાના દૃઢ સંકલ્પ સાથે વિદાય થયા હતા.

સમગ્ર દિવસ દરમ્યાન કાલાવડ રોડ મંદિરે ૧૦,૦૦૦ થી અધિક ભક્તો-ભાવિકોએ ઠાકોરજી અન્નકૂટ દર્શન અને વિશિષ્ટ સભાનો તેમજ રાજકોટમાં નિર્મિત વિવિધ સંસ્કારધામોમાં ભક્તો-ભાવિકોએ અન્નકૂટ દર્શન અને આરતીનો લાભ લીધો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!