DAHODGUJARAT

દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

તા.૧૯.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

સંકલન અધિકારીઓને વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા તેમજ લોકપ્રશ્નોનું માઈક્રો પ્લાનિંગ થકી ઝડપી નિરાકરણ લાવવા અધ્યક્ષસ્થાનેથી અપાઈ સૂચના જિલ્લા કલેક્ટર કચેરીના સરદાર પટેલ સભાખંડ હોલ ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને તેમજ સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિ હેઠળ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.આ બેઠક દરમ્યાન વીજળી, રોડ-રસ્તાની સ્થિતિ, રોડ પર નડતરરૂપ ઝાડ કટીંગ, રોડ રીપેરીંગ, આરોગ્યને લગતા કામો, આવાસ, ટ્રાફિક એનાલિસિસ, ડિવાઇડર, રોડ પર લાઈટ વ્યવસ્થા, રોડ પર પાણી ભરાવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી કલેક્ટર યોગેશ નિરગુડેએ સંબંધિત અધિકારીઓને માર્ગદર્શિત કરવા સાથે વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા તેમજ લોકપ્રશ્નોનું માઈક્રો પ્લાનિંગ થકી ઝડપી નિરાકરણ લાવવા અધ્યક્ષસ્થાનેથી સૂચના આપી હતી આ બેઠકમાં રોડ રસ્તા સંદર્ભે ગંભીરતા દાખવી તમામ રોડ-રસ્તાઓ તેમજ પુલો-બ્રિજની ચકાસણી કરીને કરવાની થતી જરૂરી તમામ કામગીરી ઝડપથી થાય એ માટેની ખાસ સૂચના આપવામાં આવી હતી. જેમાં રોડ રીપેરીંગ કામગીરી તેમજ ડાયવર્ઝન આપવા તેમજ જુના બ્રિજ/પુલોની ટેક્નિકલ સ્ટડી કરીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયું હતું.આ નિમિતે કલેકટર દ્વારા લોક અરજીના નિકાલ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સાથોસાથ જિલ્લા નાગરિક પુરવઠા વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ, સખી વન સ્ટોપ સેન્ટર, સીએમ ડેશ બોર્ડ એનાલિસિસ, પેન્ડિંગ અરજી, ડિસ્ટ્રિક્ટ સ્કિલ ડેવલપમેન્ટ, જિલ્લા ઇ – સેવા સોસાયટી તેમજ લેન્ડ ગ્રેમ્બિંગ માટે આવેલ લોક ફરિયાદો માટેની પણ ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરીને વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા જણાવાયું હતું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ, પ્રાંત અધિકારીઓ , નાયબ કલેકટર સહિત જિલ્લા સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!