KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરમાં ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી, મહા આરતી યોજાઈ.

 

તારીખ ૨૦/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

અક્ષય તૃતિયા અને બ્રાહ્મણોના પૂર્વજ, ભૃગુશ્રેષ્ઠ અને ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મદિવસ. પરશુરામ કે જે ભગવાન વિષ્ણુનો અવતાર કહેવાય છે, અને તે અમર છે. ભગવાન પરશુરામ જયંતિ વૈશાખ સુદ ત્રીજના દિવસે આવે છે. આ દિવસે અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજ પણ ઉજવવામાં આવે છે. ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર છે. આજે પણ ભારતભરમાં પરશુરામ ભગવાનનો જન્મોત્સવની ધામ ધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.શનિવારના રોજ સાંજે ઘોડા ગામના ગણેશ ભજન મંડળ દ્વારા ભજન સંતસંગ યોજાયું હતુ કાલોલ નગરમા બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ ના જન્મોત્સવ નિમિત્તે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે થી પાંચમાં વર્ષેમાં પ્રવેશ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમા પરશુરામ યુવા સંગઠન ના યુવાનો તેમજ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ ના આગેવાનો, વડીલો, યુવાનો, માતા, બહેનો પરંપરાગત વસ્ત્રો મા હાજર રહ્યા હતા. શોભાયાત્રા કાલોલ નગરમાં ફરી ને પુનઃ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પરત આવી હતી.શોભાયાત્રા બાદ મહા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ બ્રહ્મ ભોજન નું આયોજન કરાયું હતુ.

Back to top button
error: Content is protected !!