GUJARATHIMATNAGARIDAR

ઈડર નાં સિયાસણ દૂધ મંડળી ચેરમેનનું રક્તદાન કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું….

સાબરકાંઠા…

ઈડર નાં સિયાસણ દૂધ મંડળી ચેરમેનનું રક્તદાન કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું….

સાબરકાંઠાના ઇડર સિયાસણ દૂધ મંડળીના ચેરમેન તેમજ સિયાસણ ગામના યુવા આગેવાન રાજેશ દામાએ ફરીએકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.. ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે મોડીયા ભીખાભાઈ ધુળાભાઈ દાખલ દર્દીને ઇમરજન્સી લોહી ની જરૂરિયાત પડી હતી.. અંતરિયાળ વિસ્તારમાંથી આવતો ગરીબ અને મધ્યમ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેઓ સરકારી હૉસ્પિટલ ખાતે એડમિટ થયાં હતાં.. જૉકે તેઓને સારવાર દરમીયાન લોહીની જરૂરિયાત પડતાં સિયાસણ ગામનાં યુવા આગેવાન તેમજ દુધ મંડળીના ચેરમેન રાજેશ દામા તેમજ અન્ય યુવક ખરાડી રગજીભાઈ કાળાભાઈ સાથે મળી તાત્કાલિક ધોરણે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી દર્દીને જરૂરિયાત મૂજબ લોહીની બે બોટલો રક્ત દાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું.. અંતરિયાળ વિસ્તારના ગામોમાં લોકો સાથે સતત સંપર્કમાં રહેતાં તેમજ દીવસ રાત આદીવાસી સમાજ સહિત ગરીબ અને મધ્યમ પરિવારોની વ્હારે આવતાં રાજેશ દામાએ ફરીએકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડતા સૌ કોઈએ યુવા આગેવાનનાં સેવા કાર્યને બિરદાવ્યું હતું…

 

જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!