GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ભાદર-૨, છાપરવાડી-૨, મોજ ડેમના ખોલેલા દરવાજામાં ઘટાડો કરાયો

તા.૧૨/૯/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: સૌરાષ્ટ્ર તેમજ રાજકોટમાં વરસાદ હવે ઘટતા, વિવિધ ડેમોના ખોલાયેલા દરવાજા આંશિક બંધ અથવા તો તેને ઘટાડવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં ત્રણ ડેમ ભાદર-૨, છાપરવાડી-૨ તથા મોજ ડેમના દરવાજામાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે સંબંધિત ગામો માટે ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલા ભાદર-૨ ડેમના ત્રણ દરવાજા અગાઉ ૦.૪૫ મીટર ખોલેલા હતા. તેમાં આજે ઘટાડો કરીને હવે ત્રણ દરવાજા ૦.૩ મીટર કરવામાં આવ્યા છે. જળાશયનું હાલનું સ્તર ૫૩ મીટર છે. જ્યારે ડેમનો ઈનફ્લો તથા આઉટ ફ્લો ૪૧૪૦ ક્યુસેક છે. આ સાથે રાજકોટના ધોરાજીના ભોળા જ્યારે પોરબંદરના કુતિયાણાના બિલડી તેમજ ધોરાજી તાલુકાના ભલગામડા, છાડવાવદર, સુપેડી, ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢિયાળા, ગણઓદ, ભીમોરા, ગઢા, ગાંદોદ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી (મજેઠી), નિલાખા, તલંગણા, ઉપલેટા, જ્યારે કુતિયાણાના ભોગસર, બીલડી, ચૌટા, છત્રાવા, કંટવાણા, કુતિયાણા, માંડવા, પસવારી, રોઘડા, સેગ્રાસ, થપડા, માણાવદર તાલુકાના ચીલોદરા, વડાસડા, વેકરી જ્યારે પોરબંદરના ચીકાસા, ગારેજ, મિત્રાળા તેમજ નવીબંદર માટે ચેતવણી સંદેશ જારી કરાયા છે.

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલા છાપરવાડી-૨ ડેમનો એક દરવાજો અગાઉ ૦.૧૫ મીટર ખુલ્લો હતો. તેમાં ઘટાડો કરીને એક દરવાજો ૦.૦૭૬ મીટર કરવામાં આવ્યો છે. જળાશયનું હાલનું સ્તર ૯૮.૩૮ મીટર છે. ઇનફ્લો તથા આઉટ ૩૬૨ ક્યુસેક છે. આ સથે રાજકોટના જેતપુર તાલુકાના લુણાગરા, જાંબુડી, કેરાળી, મેવાસા, પ્રેમગઢ, રબારિકા, લુંગરી ગામ માટે ચેતવણી સંદેશ જારી કરાયા છે.

આ સાથે ઉપલેટા તાલુકાના મોજ ડેમના ત્રણ દરવાજા અગાઉ ૦.૯ મીટર ખુલ્લા હતા. તેમાં ઘટાડો કરીને બે દરવાજા ૦.૩ મીટર કરવામાં આવ્યા છે. ડેમમાં જળનું સ્તર ૭૨.૫૪ મીટર છે. ઈનફ્લો તથા આઉટ ફ્લો ૭૧૨ ક્યુસેક છે. આ સાથે ઉપલેટા તાલુકાના ગઢાળા, કેરાળા, ખાખી-જાળીયા, મોજીરા, નવાપરા, સેવંત્રા, ઉપલેટા તથા વડીયા માટે ચેતવણી સંદેશ જારી કરાયા છે.

Back to top button
error: Content is protected !!