ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ પોલીસ સ્ટેશનના સફાઈ કામદારો ત્રણ મહિનાથી પગારથી વંચિત મેઘરજ મામલતદારને આવેદનપત્ર આપ્યું 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ પોલીસ સ્ટેશનના સફાઈ કામદારો ત્રણ મહિનાથી પગારથી વંચિત મેઘરજ મામલતદારને આવેદનપત્ર આપ્યું

છેલ્લા ત્રણ મહિનાથી મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે સફાઈ કામદારો પગારથી વંચિત છે અને બીજી બાજુ મેઘરજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ બે સફાઈ કામદારો ઉપર દાદાગીરી અન્યાય અને માનસિક ટોચર ગુજારી રહ્યા હોવાના આક્ષેપો સાથે આવેદન પત્ર આપ્યું હતું

આવેદન પત્રમાં જણાવ્યું હતું કે મેઘરજ પોલીસ સ્ટેશનમાં 25 વર્ષથી સફાઈ કામદારો સેવા બજાવી રહ્યા છે અગાઉના એજન્સી 10,000 રૂપિયા પગાર આપતા હતા નવી એજન્સી આવતા સફાઈ કામદારોને 6000 રૂપિયા પગાર આપવામાં આવી છે જ્યારે આવી કાળની મોંઘવારીમાં આ સફાઈ કામદારોનું પરિવારનું કઈ રીતે ભરણપોષણ કરી શકે તેવી સંકટ આવી છે ઉપર આભ અને નીચે ધરતી તેવી પરિસ્થિતિ સફાઈ કામદારોની થઈ રહી છે ગુજરાતમાં દિવસ અને દિવસે સફાઈ કામદારો પર અત્યાચાર અન્ય વધી રહી છે તેમાં મેઘરજ પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ સફાઈ કામદાર કામ નથી કરતા તેવું બહાનું કાઢી અને સફાઈ કામદાર ઉપર દાદાગીરી માનસિક ટોચર અને જાતિવાદ રાખી અને મૌખિક છુટા કરી દેવાની ધમકી આપવામાં આવી છે આ કચેરીમાં આ બંને સફાઈ કામદારો જોઈએ નહીં તેવું ચોખ્ખું કહે છે મેઘરજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબને લાગી રહ્યું છે કે આ એસસી સમાજના નાના વર્ગના સફાઈ કામદારો છે તેના કારણે આ દાદાગીરી હોફ જોમાવી રહ્યા છે ત્યારે આ બાબતે ગુજરાતની સરકારને વિનંતી કરતા કહ્યું હતું કે સંવેદનશીલ સરકારએ આવા પોલીસે ઇન્સ્પેક્ટર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક મેઘરજ પોલીસ સ્ટેશનમાંથી તાત્કાલિક બદલી કરવી જોઈએ અને આ સફાઈ કામદારોને ત્રણ મહિનાનો પગાર મળવો જોઈએ અને જે વર્ષોથી પગાર મળતો તે રીતના પગાર અપાવવા વિનંતી કરી હતી

મેઘરજ પોલીસ સ્ટેશનમાં બે સફાઈ કામદારો (1)નામ રમણભાઈ છગનભાઈ વાલ્મિકી રામાભાઇ માનાભાઈ વાલ્મિકી ભેમાપુર સફાઈ કામદારોના પરિવારને કંઈ પણ થશે તો તમામ જવાબદારી મેઘરજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબની રહેશે તેમ પણ આવેદન પત્રમાં જણાવ્યું જતું જો ન્યાય નહિઅ મળે તો આ કામદારોને ન્યાય આપવા માટે ટૂંક સમયમાં મેઘરજ પોલીસ સ્ટેશન આગળ ધરણા કાર્યક્રમ કરવાની ફરજ પડશે

Back to top button
error: Content is protected !!