GUJARATRAJKOTRAJKOT CITY / TALUKOVINCHCHHIYA
Rajkot: વિંછીયા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ ઓક્ટોબરે યોજાશે
તા.6/10/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: વિંછીયા તાલુકા માટે તાલુકા કક્ષાના પ્રશ્નો માટે આગામી તારીખ ૨૨ ઓક્ટોબરના રોજ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે.
મામલતદાર કચેરી વીંછીયા ખાતે તા.૨૨ના રોજ સવારે ૧૧ કલાકે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મામલતદારશ્રીના અધ્યક્ષસ્થાને યોજાશે.
જેથી વિંછીયા તાલુકાના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો અંગેની અરજી બે નકલમાં પુરાવા સાથે મામલતદાર કચેરી વીંછીયા ખાતે તારીખ ૧૦ ઓક્ટોબર સુધીમાં કરવા મામલતદારશ્રી વિંછીયા દ્વારા જણાવાયુ છે.