GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં ‘હાઉસ ટુ હાઉસ” આમંત્રણ પત્રિકાનું વિતરણ કરીને

તા.૧૯/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

નાગરિકોને મતદાન કરવા જાગૃત કરતા બી.એલ.ઓ.શ્રી

Rajkot: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ તથા અધિક કલેકટરશ્રી અને નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસા ગઢવીના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪માં જિલ્લામાં નોંધાયેલા દરેક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં જોડાઈ તે માટે “સ્વીપ” પ્રવૃતિ અંતર્ગત “મતદાર જાગૃતિ” સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે ઉપક્રમે ૬૮ રાજકોટ પુર્વ વિધાનસભા મત વિસ્તારમાં પુરુષ અને સ્ત્રીના મતદાનમાં ૧૦% કરતા વધુ તફાવત રહેલ છે તે પૈકી રાજકોટના વિવિધ વિસ્તારમાં મતદાન જાગૃતી માટે કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.

જેમાં રાજકોટ પુર્વના ભાગ નંબર ૨૨૯ મહેશ્વરી શિયાણી કિર્તિધામ સોસાયટી, બુથ લેવલ ઓફિસર શ્રી એ.એન ધ્રોગડિયા અને ભાગ નંબર ૧૫૮ – શક્તિ સોસાયટીમાં ઝોનલ ઓફીસરશ્રી હિરેન રાવલ, તથા બુથ લેવલ ઓફિસરશ્રી નારિયા ભાવેશની ઉપસ્થિતિમાં અને ભાગ નં ૧૯૧માં લાખાજીરાજ ઉદ્યોગ નગર, ભાગ નં ૧૧૨ માં પેડક ક્વાર્ટર, ગાંધી સ્મૃતિ, ભાગ નં ૬૦ માં તિરુપતિ સોસાયટી, સરદાર પટેલ પાર્ક, ગોકુળ કોમ્પલેક્ષ, ભાગ નંબર ૧૫૭ વિસ્તાર – કબીરવન સોસાયટી, શક્તિ સોસાયટી, ભાગ નં ૧૦૦ માં રણછોડ નગર, બ્રહ્મ ક્ષત્રિય સમાજ શેરી, ચંપક નગર, ભાગ નં ૧૫૫ માં મેહુલ નગરમાં હાઉસ ટુ હાઉસ આમંત્રણ પત્રિકાનું વિતરણ કરી “મતદાર જાગૃતિ” કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તમામને મતદાર જાગૃતિ વિશેની સમજૂતી આપી તથા ચૂંટણીમાં અચૂક મતદાન કરવા તથા કરાવવા માટે સર્વને અપીલ કરવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!