GUJARATRAJKOTRAJKOT CITY / TALUKOVINCHCHHIYA

Rajkot: કેબિનેટ શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં વિંછીયા ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ

તા.1/11/2025

વાત્સલયમ્ સમાચાર

Rajkot: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં વિંછીયા તાલુકાના રેવાણીયા રોડ સ્થિત તાલુકા પંચાયત કચેરી ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં રાજકોટ જિલ્લાની વિવિધ આઈ. ટી.આઈ.માં ચાલતા કોર્ષ પ્રમાણે સ્ટાફ, વર્તમાન કોર્સમાં બેઠકો પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યાઓ, આઈ.ટી.આઈ.ની બિલ્ડિંગના બાંધકામ, એપ્રેન્સ્ટિસ, સ્ટાઇપેંડ, હોસ્ટેલની સુવિધાઓ તેમજ સોલાર ટેકનિશીયન, ગાર્મેન્ટ સહિતના વિવિધ નવા કોર્સ શરૂ કરવા, વિદ્યાર્થીઓની માંગ, શોર્ટ ટર્મ કોર્ષ, ફક્ત મહિલાઓ માટે થતાં કોર્ષ, ઉદ્યોગોમાં વિદ્યાર્થીઓની માંગ અને મળતા વેતન, ધો.૧૦ પછી વિદ્યાર્થીઓ આઈ.ટી.આઈ. તરફ વળવા માટે થતાં જાગૃતિ કાર્યક્રમો સહિતની બાબતો અંગે ચર્ચા કરાાઇ હતી.

આ બેઠકમાં મંત્રીશ્રીએ રોજગાર કચેરી દ્વારા થતાં ભરતી મેળાઓ, રોજગાર વાંછુક નામ નોંધણી, સંરક્ષણ રોજગાર ભરતી માટે નિવાસી તાલીમ વર્ગો, શાળા-કોલેજમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર તથા અન્ય મેળાઓ, વિદેશ અભ્યાસ તથા રોજગાર સંબંધિત માહિતી કેન્દ્ર, અનુબંધન પોર્ટલ, લઘુતમ વેતન, ગુજરાત શ્રમ યોગી બોર્ડ અન્વયે શ્રમ યોગીઓ માટે મોબાઇલ મેડિકલ વાન, ઉચ્ચતર શિક્ષણ સહાય, મીની આઈ.ટી.આઈ., શ્રમયોગી અકસ્માત સહાય, મહિલા શ્રમયોગી લગ્ન સહાય, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી બોર્ડ અન્વયે ઈ- નિર્માણ પોર્ટલ હેઠળ ઈ- નિર્માણ કાર્ડ, શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન વિતરણ કેન્દ્રો, ધન્વંતરી આરોગ્ય રથ, પ્રસુતિ સહાય, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના સહિતની કામગીરીની સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે વિગતવાર ચર્ચા કરી વધુ સારી કામગીરી થઈ શકે તે માટે થતાં પ્રયાસો અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ઉદ્યોગોમાં વપરાતા બોઇલર પર કામ કરતા કર્મીઓની સુરક્ષા, સર્વે સહિતની બાબતો અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.

આ તકે રાજકોટ જિલ્લાની તમામ આઈ.ટી.આઈ.ના આચાર્યશ્રીઓ, રોજગાર કચેરી, શ્રમ યોગી કલ્યાણ બોર્ડ, શ્રમ નાયબ આયુકત સહિતના વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હત.

Back to top button
error: Content is protected !!