BANASKANTHAGUJARATPALANPUR

વડગામ તાલુકાની શ્રી વિ.જે પટેલ હાઈસ્કૂલ ખાતે નવરાત્રિ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી

7 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ

નવરાત્રિ પર્વ નિમિત્તે આજ રોજ શાળામાં વડગામ વિભાગીય માધ્યમિક કેળવણી મંડળ સંચાલિત શ્રી વિ.જે. પટેલ હાઈસ્કુલ ના માનનિય પ્રમુખ શ્રી રામજીભાઈ વી. પટેલ સાહેબ, ઉપપ્રમુખશ્રી જશુભાઈ એમ રાવલ તથા મંત્રીશ્રી લક્ષમણ ભાઈ શીરવી સાહેબની ઉપસ્થિતિમાં નવરાત્રિ મહોત્સવ કાર્યકમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શાળા પરિવારના સ્ટાફ મિત્રો સહિત બાળકો સાથે આનંદ ઉલ્લાસથી માતાના ગરબા ઝુમ્યા અને શાળાના કારોબારી સભ્ય શ્રી ગોવિંદભાઈ પી. ડેકલિયા  (નિવૃત્ત શિક્ષક) શાળાના તમામ ભાઈ-બહેનોને પેન આપી બાળકોને ઈનામવિતરણ કર્યું હતું . શાળાના આચાર્યશ્રી રાકેશભાઈ કે પ્રજાપતિ એ અને શાળાના સ્ટાફમિત્રોના સાથ સહકારથી કાર્યક્રમ સફળરીતે પૂર્ણ થયો હતો.

Back to top button
error: Content is protected !!