Rajkot: કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં વિંછીયા ખાતે ગ્રામ વિકાસ વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ

તા.1/11/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં વિંછીયા તાલુકાના રેવાણીયા રોડ સ્થિત તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ વિકાસ વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મિશન મંગલમ/એન.આર. એલ. એમ.યોજના હેઠળ સ્વ સહાય જૂથ, વિલેજ ઓર્ગેનાઈઝેશન, ક્લસ્ટર લેવલ ફેડરેશન, કેશ ક્રેડિટ લોન, સ્ટાર્ટ અપ ફંડ, નમો ડ્રોન, ગૃહ ઉદ્યોગ, સરસ મેળાઓ, ગ્રામ હાટ, બાગાયત નર્સરી, મંગલમ કેન્ટિન, હેન્ડિક્રાફટ, સફાઈ કામગીરી સહિત ગ્રામીણ મહિલાઓને વિવિધ તાલીમ આપવા, મનરેગા યોજના હેઠળ થયેલી કામગીરી અંગેની વિગતવાર ચર્ચા કરી રહી હતી.
ઉપરાંત, મંત્રીશ્રી આ બેઠકમાં સ્વરછ ભારત મિશન ગ્રામીણ અન્વયે વ્યક્તિગત અને સામુહિક શૌચાલયની સાફ સફાઈ તથા જાળવણી, તાલુકાના ગામોમાં ડોર ટુ ડોર કલેક્શન કરતા વાહનો અને ઈ- રિક્ષાનો યોગ્ય જરૂરિયાતો, ઉપયોગ અને જાળવણી, ભીના અને સૂકા કચરાને અલગ કરવાની જગ્યાઓ, સામૂહિક કમ્પોસ્ટ પીટ, ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્લોટ વિહોણા, બાથરૂમ બાંધકામ સહાય, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, અન્વયે થતી કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી.
આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી એ.કે.વસ્તાણી, ડિસ્ટ્રિકટ લાઈવલીહુડ મેનેજર શ્રી વિરેન્દ્ર બસિયા, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના ડિસ્ટ્રિકટ કો-ઓર્ડીનેટરશ્રી મિનાક્ષી કાચા, પી.એમ.આવાસ યોજનાના ડિસ્ટ્રિકટ કો- ઓર્ડીનેટરશ્રી આનંદ મહેતા, તાલુકા વિકાસ અધિકારી શ્રી પી.જે.પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.







