GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ ૧૦ એપ્રિલ સુધી અરજી કરવા સૂચના

તા.૧૮/૩/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: આર્મી રિક્રુટીંગ ઓફીસ, જામનગર દ્વારા અપરિણિત પુરૂષ ઉમેદવારો માટે અગ્નિવીર ભરતી અન્વયે વિવિધ પોસ્ટ માટે તા.૧૦/૦૪/૨૦૨૫ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. તા.૦૧/૧૦/૨૦૦૪થી તા.૦૧/૦૪/૨૦૦૮ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે. જેની પરીક્ષા ફી રૂ.૨૫૦/- રહેશે.

અગ્નિવીર જનરલ ડ્યુટી માટે એસ.એસ.સી(ધો-૧૦)પાસ, ઓછામાં ઓછા ૪૫% ગુણ (દરેક વિષયમાં ૩૩ ગુણ લઘુત્તમ) અને ઉંચાઈ ૧૬૮ સે.મી, છાતી ૭૭-૮૨ સે.મી ધરાવનાર ઉમેદવારો લાયક ગણાશે.

ટેક્નીકલ પોસ્ટ માટે ધો-૧૨ પાસ વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી, ફીઝીક્સ, કેમેસ્ટ્રી, ગણિત સાથે ઓછામાં ઓછા ૫૦% તથા દરેક વિષયમાં ૪૦%થી ઓછા નહી. અથવા લઘુતમ ૫૦% સાથે ધોરણ ૧૦ પાસ અને ઉમેદવારની ઉંચાઈ ૧૬૭ સે.મી. છાતી ૭૬-૮૧ સે.મી. હોવી જરૂરી છે.

ઓફીસ આસિસ્ટન્ટ/સ્ટોર કીપરની પોસ્ટ માટે ઉમેદવારે લઘુતમ ૬૦ % તેમજ અંગ્રેજી અને ગણિત/ એકાઉન્ટ/ બુક કિપીંગ સહિત દરેક વિષયમાં ૫૦% માર્કસ સાથે ધોરણ-૧૨ પાસ અને ઉમેદવારની ૧૬૨ સે.મી. ઉંચાઈ, છાતી ૭૭(+૫) હોવી જોઈએ.

અગ્નિવીર ટ્રેડમેન માટે ધો. ૮ અને ૧૦ પાસ તથા દરેક વિષયમાં ઓછામાં ઓછા ૩૩% માર્કસ સાથે પાસ તેમજ ઉંચાઈ ૧૬૮ સે.મી, છાતી ૭૬-૮૧ સે.મી ધરાવનાર ઉમેદવારો પાત્ર/લાયક છે. વધુ વિગતો માટે ઓફીશ્યલ વેબસાઈટ: www.joinindianarmy.nic.in ની મુલાકાત લેવા મદદનીશ નિયામકશ્રી(રોજગાર) રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!