Rajkot: “મિશન શક્તિ યોજના” હેઠળ થીમ આધારિત “આંતરરાષ્ટ્રીય દિકરી દિવસ”ની ઉજવણી કરાઈ
તા.17/10/2025
વાત્સલયમ્ સમાચાર
૧૨૦ થી વધુ વિદ્યાર્થીનીઓને ગુડ ટચ બેડ ટચ, પોક્સો એક્ટ અંગે માહિતગાર કરાઈ – હેલ્થ કેમ્પ યોજાયો
Rajkot: દેશમાં મહિલાઓની સલામતી અને સશક્તિકરણ માટે સંકલિત સેવાઓ પૂરી પાડતી મિશન શક્તિ પહેલના ભાગ રૂપે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, રાજકોટના ઉપક્રમે “સંકલ્પ ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન” (DHEW) દ્વારા “આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ” નિમિતે ગુડ ટચ, બેડ ટચ અને પોક્સો એક્ટ જાગૃતિ અંગે જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે “સ્પેશિયલ અવેરનેશ કેમ્પેઈન” યોજાયું હતું. જેમાં ૧૨૦ જેટલી દિકરીઓએ ભાગ લીધો હતો. આ દીકરીઓને “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના હેઠળ અભ્યાસમાં ઉપયોગી કીટ આપવામાં આવી હતી.
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી અલ્પેશભાઈ ગૌસ્વામીએ દીકરીઓને ગુડ ટચ બેડ ટચ, પોક્સો એક્ટ, ચાઈલ્ડ રાઇટ્સ અને હેલ્પલાઇન જેવી માહિતી આપી હતી. ચાઈલ્ડ હેલ્પલાઇન અંગે માહિતી આપતા વિડીયોનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગ મહાનગરપાલિકા દ્વારા આ દીકરીઓના આરોગ્યની તપાસ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) આરોગ્ય કેન્દ્ર ટીમ મુંજકા અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) આરોગ્ય કેન્દ્ર ટીમ નંદનવન દ્વારા દીકરીઓનું વજન, ઉંચાઈ, હિમોગ્લોબીન તેમજ જનરલ ચેકઅપ કરી જરૂરી સલાહ અને દવાઓ આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રમા મદ્રા, ડીસ્ટ્રીકટ મિશન કો-ઑર્ડીનેટર જેવીના માણાવદરીયા, જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી તપન નથવાણી, રેક્ટર શ્રી ખુશ્બુ ગઢવી સહિતના વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.