GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં નારી સંરક્ષણ ગૃહ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

તા.૨૪/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

મહિલાઓને શારીરિક-માનસિક સ્વાસ્થ્ય માટે યોગનું મહત્વ સમજાવાયું

Rajkot: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજકોટના નારી સંરક્ષણ ગૃહ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારી તથા દહેજ પ્રતિબંધક રક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મહિલા સહાયતા કેન્દ્ર (P.B.S.C.), DHEW અને 181 સહિતના સ્ટાફ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય નારી સંરક્ષણ ગૃહમાં આશ્રિત બહેનોને યોગના મહત્વ અને તેના સ્વાસ્થ્ય લાભો વિશે જાગૃત કરવાનો હતો.

યોગ દિવસની ઉજવણી સાથે મહિલાઓને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ પર સમજાવવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ યોગના વિવિધ આસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. આ આયોજન મહિલા સહાયતા કેન્દ્ર- રાજકોટ અને મહિલા પોલીસ સ્ટેશનના સહયોગથી કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!