Rajkot: જામજોધપુર શહેરમાં ‘સ્વચ્છોત્સવ’ની ઉજવણીનો આરંભ
તા.૧૮/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
શાકભાજી-ફળ બજારમાં ૭૬૦ ગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત
Rajkot: ગુજરાત સરકાર દ્વારા ‘નિર્મળ ગુજરાત ૨.૦’ અને આગામી ‘સ્વચ્છતા સર્વેક્ષણ’ને ધ્યાનમાં રાખીને તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૩૧ ઓક્ટોબર દરમિયાન ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અંતર્ગત ‘સ્વચ્છોત્સવ’ અભિયાનનું આયોજન કરાયું છે. એટલે કે, રાજ્યમાં ત્રણ પખવાડિયા સુધી મહાનગરો, નગરો, ગામડા અને સરકારી કચેરીઓ સહિત જાહેર સ્થળોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાશે.
જેના ભાગરૂપે જામજોધપુર નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફીસર સહિતના સ્ટાફે ગંજીવાડા (આંબલીફળી), આઝાદ ચોક, ગાંધી ચોકમાં આવેલી શાકભાજી-ફળ બજાર વગેરે સ્થળોએ લારીવાળાઓને જાહેર જગ્યામાં ગંદકી ન કરવા અને સ્વચ્છતા જાળવવા માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ૭૬૦ ગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો. ઉપરાંત, તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભ વિશે માહિતી આપી હતી. આમ, જામજોધપુર શહેરમાં ‘સ્વચ્છોત્સવ’ની ઉજવણીનો આરંભ થઈ ગયો છે.