GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: મુખ્યમંત્રી જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના પરીક્ષામાં મેરીટમાં સ્થાન મેળવી ગૌરવ વધારતી શ્રી ભાડલા કન્યા શાળાની સાત વિદ્યાર્થીનીઓ

તા.૭/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા હાલમા ધોરણ ૫ અને ધોરણ ૮ માટે “જ્ઞાન સેતુ” અને “જ્ઞાન સાધના” પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં જસદણ તાલુકાની ભાડલા કન્યા શાળાની ૭ (સાત)વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. શ્રી ભાડલા કન્યા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ સતિકુંવર વૈભવી, શેખ હેમાંશી, ખસીયા પૂર્વી, શાહમદાર રોઝમીન અને પરમાર શ્રદ્ધાએ જ્ઞાન સેતુ તેમજ માલકીયા નિશા અને ડોડીયા રાધિકાએ જ્ઞાન સાધના પરીક્ષામાં મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું તેમ આચાર્યશ્રી ભાડલા કન્યાશાળા જસદણની યાદીમાં જણાવાયું છે.




