GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ચૌધરી હાઈસ્કુલ ખાતે ૨૯ અને ૩૦ એપ્રિલે સરકારી કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજાશે

તા.૨૮/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીમાં ફરજ બજાવનાર સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન માટેની વ્યવસ્થા ચૂંટણી પંચના આદેશ અનુસાર કરવામાં આવેેલ છે. આ કર્મચારીઓએ ફોર્મ ૧૨- ડી ભરીને પોસ્ટલ બેલેટથી ચૂંટણીમાં ભાગ લેવા ચૂંટણી પંચને કરેલી અરજી અન્વયે ફેસીલીટેશન સેન્ટર તૈયાર કરીને તેમનું મતદાન હાથ ધરવામાં આવે છે. જે ઉપક્રમે રાજકોટ સંસદીય મતવિસ્તાર અંતર્ગત તા.૨૯-૩૦ એપ્રિલે સવારે ૯ થી ૫ દરમ્યાન એ.એસ. ચૌધરી હાઈસ્કુલ, કસ્તુરબા રોડ, રાજકોટ ખાતે મતદાન થનાર છે.

શાળામાં ગ્રાઉન્ડ ફ્લોર પર વિવિધ રૂમમાં આ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આવશ્યક સેવા સાથે સંકળાયેલા સ્ટાફ માટે રૂમ નંબર ૩, પોલીસ સ્ટાફ માટે રૂમ નંબર ૨ અને અન્ય સ્ટાફ જેવા કે ઝોનલ અધિકારી, મદદનીશ ઝોનલ અધિકારી, રીસિવિંગ- ડીસ્પેચિંગ સ્ટાફ, પોલીંગ સ્ટાફ વગેરે રૂમ નંબર ૧ ખાતે મતદાન કરશે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!