GUJARATPRANTIJSABARKANTHA

ખેડૂતો ને અન્યાય થાય છે તો આ બાબતે સૌ પ્રથમ તલોદ તાલુકાના મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

અહેવાલ:- પ્રતિક ભોઈ (પ્રાંતિજ)

તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ દ્વારા કૃષિ મંત્રી શ્રી રાવજીભાઈ પટેલ ને હાલમાં સરકાર શ્રી દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવે આખા ગુજરાતમાં મગફળી વેચાણ કરવા જતા ખેડૂતો ને અન્યાય થાય છે તો આ બાબતે સૌ પ્રથમ તલોદ તાલુકાના મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તે પછી તા ૨/૧૨/૨૦૨૪ ને સોમવાર ના રોજ સાબરકાંઠા જિલ્લાના ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું તેમ છતાં સરકાર દ્વારા જે તોલ કરવામાં આવે છે તો બારદાન હલકી ગુણવત્તા હોવાથી ૬૭૦ થી ૭૦૦ ગ્રામ વજન ના છે તેમ છતાં એક કિલો વજન ગણી ભરતી કરવામાં આવે છે તેથી જગતનો તાત ચિંતિત બની પોતાની નૈતિક જવાબદારી સમજીને ધોળા દિવસે લુંટાઈ રહ્યા છે અને ખેડૂત ખાતેદારો નો અવાજ સંભળાયો નથી સરકાર મોટી મોટી જાહેરાતો કરી બુમરાણ મચાવતા હોય છે તેમ છતાં ૧૦૦ કટ્ટા માં ૪૦ ૫૦ કિલો મગફળી વધુ સરકાર દ્વારા ખરીદી કરવામાં આવે છે અને છેલ્લા ૧૫ દિવસ થી ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ આમ થીં તેમ રજૂઆત કરી ન છૂટકે આજે ગાંધીનગરમાં રાજધાની પહોંચી કૃષિ મંત્રી શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમ છતાં સરકાર દ્વારા આજે પણ કોઈ પ્રકારની પડી નથી અને ધોળા દિવસે તારા દેખાવા ના સમય આવી ગયો છે તો ન છૂટકે આજે મીડિયા સમક્ષ વેદના વ્યક્ત કરવામાં આવે છે

Back to top button
error: Content is protected !!