NATIONAL
ટાટા મોટર્સ જાન્યુઆરી 2025થી પોતાના પેસેન્જર્સ વ્હીકલ્સની કિંમતોમાં વધારો કરશે

મુંબઈ દેશની દિગ્ગજ ઓટોમોબાઈલ્સ કંપની ટાટા મોટર્સની કાર ખરીદવાનું આવતા વર્ષથી મોંઘુ થઈ જશે. કંપનીએ સોમવારે 2025થી તે પોતાની પેસેન્જર્સ વ્હીકલ્સની કિંમતમાં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. તે પોતાના તમામ પેસેન્જર્સ વાહનો જેમાં ઈલેક્ટ્રિક વાહન પણ સામેલ છે તેની કિંમતોમાં પણ 3 ટકા સુધીનો વધારો કરશે. જાન્યુઆરી 2025થી અમલમાં આવશે. કિંમતોમાં વધારો મોડલ અને વેરિઅન્ટના આંશિક રૂપથી ઓફસેટ કરવા માટે કરવામાં આવ્યો છે. આ પહેલા મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ સહિત ઘણી ઓટો કંપનીઓ 1 જાન્યુઆરીથી પેસેન્જર્સ વ્હિકલ્સની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે.



