GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સમગ્ર રાજકોટ જિલ્લાની સરકારી કામગીરીનો ચિતાર મેળવતા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશ

તા.18/10/2025

વાત્સલયમ્ સમાચાર

કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ : સાંસદ અને ધારાસભ્યોએ લોકોના પ્રશ્નો રજૂ કર્યા

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે દેશની અખંડિતતાના શપથ લેવાયા

Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરશ્રીએ સમગ્ર રાજકોટ જિલ્લાની સરકારી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો.

આ બેઠકમાં સાંસદ શ્રી રામભાઈ મોકરીયાએ ખેતીની જમીન રી-સર્વે અંગે વાંધા અરજી, એઇમ્સ હોસ્પિટલમાં સાધનોનો ઉપયોગ, સિવિલ હોસ્પિટલમાં દવાનો સ્ટોક, મૌવૈયા ચોક પાસે બસ સ્ટોપ આપવા સહિતના પ્રશ્નો સંદર્ભે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર બામણબોર ટોલનાકા પાસે રસ્તાનું મરામત, ન્યૂ રિંગ રોડ પર જામનગર રોડથી કોરાટ ચોક સુધી રસ્તાનું કામ સમયમર્યાદામાં કરવું સહિત બાબતોની રજૂઆત કરી હતી, જે માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમજ ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહે વોટ્સન મ્યુઝિયમ રી-ડેવલપમેન્ટ, માધાપર ચોક પાસે અને ભાવનગર હાઈવે પર વરસાદી ખાડા વિષયક જરૂરી પગલાં લેવા આદેશ આપ્યો હતો.

આ ઉપરાંત, કલેક્ટરશ્રીએ રાજકોટ જિલ્લાની તમામ સરકારી કચેરીઓના કામગીરી પત્રકોની સમીક્ષા કરી હતી. જેમાં કચેરીઓના આવક-જાવકના કાગળો, નાગરિકોની અરજીઓ, પડતર કેસો, મહેકમ, ગ્રાન્ટ, સરકારી લેણાંની વસૂલાત, ખાતાકીય તપાસ સહિત બાબતોને આવરી લેવાઈ હતી. આ તકે કલેક્ટરશ્રીએ રાજકોટ ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશનની મોનિટરિંગ કમિટીની શિક્ષણ, આરોગ્ય અને રમતગમતની કામગીરીની સમીક્ષા કરી હતી. કલેક્ટરશ્રીએ સી.એમ. ડેશબોર્ડ પોર્ટલની સમીક્ષા હતી. તેમજ કલેક્ટરશ્રીએ પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ શૌચાલય, પેવર બ્લોક સહિત કામગીરીઓ તથા ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ વિશે ચર્ચા કરાઈ હતી. ખાસ કરીને કલેક્ટરશ્રી દિવાળીના તહેવારને લઈને આરોગ્ય શાખા, ફાયરબ્રિગેડ સહિત કચેરીઓના અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે આ બેઠકના અંતે ઉપસ્થિતોએ ૩૧ ઓક્ટોબર – રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે દેશની અખંડિતતાના શપથ લીધા હતાં. તેમજ કલેક્ટરશ્રી અને મહાનુભાવોએ સૌને દિવાળી અને નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણી, ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર, ડી.સી.પી.શ્રી રાકેશ દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ. કે. ગૌતમ, અધિક કલેક્ટર શ્રી ઇલાબેન ચૌહાણ,ડી.સી.એફ.શ્રી યોગરાજસિંહ ઝાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી એ. કે. વસ્તાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઇલાબેન ગોહિલ, અનુસૂચિત જાતિ નાયબ નિયામક શ્રી આનંદબા ખાચર, , જિલ્લા આયોજન અધિકારી શ્રી નીતિનભાઈ ટોપરાણી, એસ.ટી. નાયબ નિયામક શ્રી જે. કે. કલોતરા, નાયબ કલેકટરો સર્વશ્રી દિલીપસિંહ વાળા, શ્રી સિદ્ધાર્થ ગઢવી અને શ્રી ઇશિતા મેર, સહિત મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!