BHUJGUJARATKUTCH

જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છના ફોટોગ્રાફર રાજેશ ડુંગરાણીએ રીલ મેકિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો.

રાજકોટ અને જૂનાગઢ પ્રાદેશિક ઝોનના ૧૨ જિલ્લાની રીલ મેકિંગ સ્પર્ધામાં જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છના ફોટોગ્રાફર પ્રથમ ક્રમે વિજેતા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા. 13 જુલાઈ : ગુજરાત પ્રેસ અકાદમી અને પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ-જૂનાગઢ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત સર્જક સાથે સંવાદ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ ખાતે રીલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રીલ મેકિંગ સ્પર્ધામાં જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છના ફોટોગ્રાફરશ્રી રાજેશભાઈ ડુંગરાણીએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધા માહિતી ખાતાના સૌરાષ્ટ્ર કચ્છ રાજકોટ રિજિયન અને જૂનાગઢ રિજિયનના કુલ ૧૨ જિલ્લાઓ વચ્ચે યોજાઈ હતી. રાજેશભાઈ ડુંગરાણીએ કચ્છની ઓળખ એવી કચ્છી શાલની કારીગરી વિષય પર રીલ બનાવી હતી જેને પ્રથમ ક્રમાંક મળ્યો છે. આ બહુમાન બદલ રાજકોટ ખાતે મોમેન્ટો દ્વારા રાજેશભાઈ ડુંગરાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા માહિતી કચેરી ભુજ-કચ્છના નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવા સહિત સમગ્ર કચેરીએ આ સિદ્ધિને બિરદાવીને રાજેશભાઈને અભિનંદન આપ્યા હતા.

Back to top button
error: Content is protected !!