AHAVADANGGUJARAT

આહવા ખાતે વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ ઇકો સેન્સીટીવ એરિયા મુદ્દે સંવાદ કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના આહવા ખાતે ઇકોસેન્સીટીવ એરીયા અને પૈસા એક્ટ મુદ્દે વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ સંવાદ કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજવામાં આવ્યો હતો.જેમાં 42 ગામના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.ડાંગ જિલ્લાના 42 ગામોનો ઇકોસેન્સીટીવ ઝોન તરીકે સમાવેશ કરવામાં આવેલ છે. ત્યારે વાંસદાનાં લડાયક ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આહવા સર્કિટ હાઉસ ખાતે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં 42 ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ 42 ગામના લોકોને શું લાભ થશે અને શું નુકસાન થશે તે  અંગે સરકાર દ્વારા કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવેલી નથી.જે અંગે 42 ગામના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ આગામી સમયમાં સરકારને આવેદનપત્ર આપી લોક સંવાદ કાર્યક્રમ દ્વારા સરકારનું ધ્યાન દોરવામાં આવે તે માટે પ્રયત્ન કરવામાં આવનાર છે.ત્યારે આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશભાઈ પટેલ, અવિનાશભાઈ, મોતીલાલભાઈ, સુભાષભાઈ, પ્રણવભાઈ તથા સરપંચ હાજર રહ્યા હતા.વધુમાં આ કાર્યક્રમમાં અનંત પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઇકોસેન્સીટીવ એરીયા એટલે પર્યાવરણ સંવેદનશીલ વિસ્તાર એમાં જ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.એમાં સ્પષ્ટ બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે.જાહેરનામા ગામના લોકોના ફાયદા કે ગેરફાયદા લખ્યા નથી. તેમજ પૈસા એક્ટ પ્રમાણે ગ્રામસભા કરવામાં આવી નથી. સરકારને તેમજ સંબંધિત કચેરીએથી લોકોને સમજ આપવામાં આવી નથી. આવા જાહેરનામા પછી લોક સુનાવણી રાખવી જોઈએ.આમાં ટીમ લઈને ગામે ગામ જઈને આ જાહેરનામાના વિરોધમાં વાંધા અરજી લઈને આવેદનપત્ર આપીશુ.તેમજ વિશેષમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડાંગના લોકો પાસે જઈને જે જાણકારી આપવી જોઈએ તે જાણકારી આપવામાં આવેલ નથી. તેમજ ડેમો વાળા વિસ્તારના ગામો ઇકોસેન્સીટીવ ગામોમાં સમાવેશ કરવામાં આવેલ નથી..

Back to top button
error: Content is protected !!