GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કોટક સાયન્સ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા.૨૨/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

સાયબર ફ્રોડથી બચવા, ૧૯૩૦ હેલ્પ લાઈન સહિતનું માર્ગદર્શન મેળવતા ૧૫૦ થી વધુ છાત્રો

Rajkot: ડિજિટલ ટેક્નોલોજીના વ્યાપ સાથે તેના દુષ્પરિણામો પણ જોવા મળી રહ્યા છે. મોબાઈલ અને ઇન્ટરનેટ ટેક્નોલોજીના ઉપયોગ કરતા લોકોને તેના યોગ્ય વપરાશના અભાવે સાઇબર ક્રાઇમનો ભોગ બનવાની શક્યતા છે. આ અંગે રાજ્ય સરકાર ચિંતિત છે. રાજ્યના પોલીસ વિભાગ દ્વારા લોકોને સાયબર ક્રાઇમ થી બચવા અનેકવિધ માહિતગાર કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.

જેના ભાગરૂપે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, રાજકોટ શહેર દ્વારા એચ &એચ.બી કોટક ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ , રાજકોટ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજીત ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓને હાલમાં બની રહેલા સાયબર ફ્રોડ, તેનાથી બચવાના ઉપાયો,સાવચેતીના પગલાં વગેરે અંગે માહિતગાર કરવામાં આવ્યાં હતાં. સાથોસાથ તાત્કાલિક મદદ માટે સાઇબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ની ઉપયોગીતા અંગે માહિતી અપાઇ હતી.

પોલીસ વિભાગ દ્વારા સાયબર ક્રાઇમ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે, જેના ફીચર્સ વિષે માહિતી આપી સી.ઈ.આઈ.આર. પોર્ટલ,ચક્ષુ પોર્ટલ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતાં.

આગામી સમયમાં સાઇબર ક્રાઈમના ભોગથી બચવા માટે સાઇબર ગઠિયાઓ દ્વારા અપનાવવમાં આવતી વિવિધ ટેક્નિકથી સતર્ક રહી મોબાઈલ તેમજ ઈન્ટરનેટ ટેક્નોલોજીનો યોગ્ય વપરાશ કરવા તકેદારી રાખવા વિભાગ દ્વારા સતત ચેતવણી આપવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!