
તા.૦૭.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના નજીક ગામમાંથી એક જાગૃત વ્યક્તિ ને માનસિક અવસ્થ અજાણી 22 વર્ષીય કિશોરી મળી આવતા તેઓએ 181 મહિલા હેલ્પલાઇનની મદદ લીધી
ત્યાર બાદ જાગૃત વ્યક્તિ એ જણાવેલ સરનામે પહોંચ્યા બાદ કાઉન્સેલિંગ બાદ જાણવા મળેલ કે પીડિતા માનસિક રીતે બીમાર છે અને પીડિતા ની ઉંમર આશરે 22 વર્ષ ની છે, અને તેઓ અહીંયા છેલા 2-3 કલાક થી અહીંયા બેઠા છે, જેથી પીડિતા ને પૂછ પરછ કરતા તેઓનું નામ અને સરનામું જાણવા મળેલ અને ત્યાર બાદ તેઓના પીડિતા ના ભાઈ અને તેઓની મમ્મીને ફેમેલી હેન્ડ ઓવર કરેલ છે, અને પીડિતા ના મમ્મી ને અને પરિવાર ને જણાવેલ કે તમે તમારી છોકરી નું ધ્યાન રાખો અને પરિવાર માંથી એક જણ તમે એના જોડે રહો, અને તમે પીડિતા ને હોસ્પિટલ માં લઇ લઇ ને સારવાર કરવો તો તેઓ સારુ અને સ્વસ્થ જીવન જીવી શકે. ત્યાર બાદ પીડિતા ના પરિવારે તેમની દીકરી ને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવા બદલ તેમને 181 અભયમ ટીમ નો આભાર વ્યક્ત કરેલ.





