GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ડિસેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં ૫૧ પ્રશ્નો વિષે ચર્ચા કરાઇ – તમામ સરકારી કચેરીઓમાં સોલાર રૂફટોપ લગાવવા કલેક્ટરશ્રીનો અનુરોધ

તા.૨૦/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ધારાસભ્યશ્રી સહિતના પદાધિકારીઓના પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં ઉકેલ લાવવા કલેક્ટરશ્રીની સૂચના

મેયર અને જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યાં

Rajkot: રાજકોટ જિલ્લાની ડિસેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક આજે કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં જન પ્રતિનિધિઓએ રજૂ કરેલા વિવિધ ૫૧ પ્રશ્નો વિશે સવિસ્તર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ધારાસભ્યશ્રી ડૉ.દર્શિતાબેન શાહના પ્રશ્નના જવાબમાં કલેક્ટરશ્રીએ તમામ સરકારી વિભાગના અધિકારીઓને તેમના વિભાગ દ્વારા થયેલા વિકાસ કામોની સંપૂર્ણ માહિતી ધારાસભ્યશ્રીને પૂરી પાડવા સૂચના આપી હતી. સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડની સફાઈ તથા અન્ય આનુષંગિક સેવાઓ વિશે કલેક્ટરશ્રીએ સંપૂર્ણ વિગતો મેળવી હતી અને ડીન ડો.મોનાલી માકડીયાને યોગ્ય કરવા તાકીદ કરી હતી. તમામ સરકારી કચેરીઓમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવા પણ કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો.

કાર્યપાલક ઇજનેર શ્રી એસ. એસ. જાનીએ જણાવ્યું હતું કે પોસ્ટ મોનસૂન સર્વેમાં ૧૭૬ જર્જરિત અને વણવપરાયેલી મિલકતો નિયત કરાયા છે, જે પૈકી ૭૬ બિલ્ડીંગ તોડી પડાયા છે અને બાકીના ૧૦૦ બિલ્ડીંગો કોર્ડન કરી નાગરિકોને અવરજવર ન કરવા અને સાવચેત રહેવાની સૂચના લગાવી દેવાઈ છે. સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવીઝન (SIR)ની કામગીરી નિયત સમયમાં અને અસરકારક રીતે પૂર્ણ કરવા બદલ કલેક્ટરશ્રીએ આ કાર્ય સાથે સંલગ્ન તમામ અધિકારીઓ અને કર્મચારીઓની સરાહના કરી હતી.

આ બેઠકમાં પડવલા-પીપલાણા રોડ પર ટ્રાફિકની સમસ્યાનું નિવારણ, એઈમ્સથી હીરાસર એરપોર્ટ સુધી સિટી બસ શરૂ કરવા, સરકારી જમીન પરનું દબાણ દૂર કરવા, પી.એમ. સૂર્યઘર યોજના વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે.મુછારે ઉપસ્થિતોને આવકાર્યા હતા .

મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી, સામાજિક ન્યાય અને અધિકારી સમિતિના અધ્યક્ષ શ્રી ભાનુબેન બાબરીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર, આસીસ્ટન્ટ કલેક્ટર શ્રી મહેક જૈન, ડી.સી.પી.શ્રી હેતલ પટેલ તથા શ્રી રાકેશ દેસાઇ, નિવાસી અધિક કલેકટર શ્રી એન. કે. મુછાર, નાયબ વન સંરક્ષક શ્રી યુવરાજસિંહ ઝાલા, રૂડાના ચેરમેન શ્રી ગૌતમ મિયાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એ.કે.વસ્તાણી, એડીશનલ કલેક્ટર શ્રી ઈલાબેન ચૌહાણ, નાયબ કલેક્ટર શ્રી ઈશિતા મેર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રિયંક ગલચર, આયોજન અધિકારીશ્રી નીતિન ટોપરાણી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી આશિષ ઝાપડા, પ્રાંત અધિકારીઓ શ્રી રાહુલ ગમારા, શ્રી એન.એમ.તરખલા, શ્રી ચાંદની પરમાર, શ્રી વિમલ ચક્રવર્તી અને શ્રી આર.આર.ખાંભરા સહિત ફરિયાદ અને સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!