GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના રંગપર નજીક કારમાં દારૂની બોટલો હેરાફેરી કરનાર એક ઈસમ ઝડપાયો

MORBI:મોરબીના રંગપર નજીક કારમાં દારૂની બોટલો હેરાફેરી કરનાર એક ઈસમ ઝડપાયો
મોરબીના રંગપર ગામ નજીક ગાડીમાંથી દારૂની ૦૩ બોટલ સાથે એક ઇસમ ઝડપાયો છે પોલીસે દારૂ અને કાર સહીત ૫ લાખથી વધુનો મુદામાલ ઝડપી લઈને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રંગપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી કાર જીજે ૩૬ એપી ૪૫૩૭ શંકાસ્પદ લાગતા ગાડીનું ચેકિંગ હાથ ધર્યું હતું ગાડીમાંથી દારૂની ૦૩ બોટલ કીમત રૂ ૩૯૦૦ મળી આવતા પોલીસે દારૂ અને કાર કીમત રૂ ૫ લાખ સહીત કુલ રૂ ૫,૦૩,૯૦૦ નો મુદામાલ કબજે લીધો હતો આરોપી ગજાનંદ ભરત મહંતો (ઉ.વ.૩૦) રહે રંગપર ગામ મૂળ બિહાર વાળાને ઝડપી લઈને પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે






