Rajkot: “વિકાસ સપ્તાહ-૨૦૨૫” પરા પીપળીયા ગામમાં “વિકાસ સપ્તાહ” નિમિત્તે “વિકાસ રથ”ના થયા વધામણા

તા. 8/10/2025
વાત્સલયમ્ સમાચાર
૨૦ લાભાર્થીઓને રૂ. ૩૬ હજારની સહાયનું વિતરણ કરાયું, ૩૩૦થી વધુ લોકોએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી
સેવાસેતુ સાથે વિવિધ સ્ટોલ્સ દ્વારા નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી અપાઈ
Rajkot: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારથી ગુજરાતના વિકાસની વણથંભી યાત્રા શરૂ થઈ, તેને સફળતાપૂર્વક ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. ગુજરાતની જનહિતકારી સુશાસનની ગાથા જન-જન સુધી ઉજાગર કરવા રાજ્યમાં ‘‘વિકાસ સપ્તાહ’’ની ઉજવણી ઉમંગભેર થઈ રહી છે. રાજકોટ જિલ્લામાં વિવિધ ગામોમાં ‘‘વિકાસ સપ્તાહ’’ અન્વયે વિકાસ રથની સાથે સેવા સેતુ તેમજ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત થઈ રહ્યા છે.
આજે રાજકોટ તાલુકાના પરા પીપળીયા ગામમાં વિકાસ રથ આવી પહોંચ્યો હતો. ગ્રામજનો દ્વારા આ રથનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના સુશાસનમાં થયેલી રાજ્યની પ્રગતિની ગાથાને પણ લોકોએ ફિલ્મ સ્વરૂપે નિહાળી હતી. આ તકે સેવાસેતુ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં નાગરિકોને વિવિધ પ્રકારના દાખલા સહિતની સેવાઓ એક જ સ્થળે મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક લોકોએ આ સેવાનો લાભ લીધો હતો.
આ સાથે વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ રાખીને નાગરિકોને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. વિવિધ સરકારી યોજનાના ફોર્મ પણ નાગરિકો અહીંથી ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
કૂપોષણ નાબૂદી, પોષણને પ્રોત્સાહન સાથે મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાનને વેગ આપવા આઈ.સી.ડી.એસ.ની બહેનો દ્વારા મિલેટ્સની વાનગીઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. તેમજ આઈ.સી.ડી.સી.ની પ્રવૃત્તિઓની માહિતી લોકોને આપવામાં આવી હતી. આ તકે ૨૦ લાભાર્થીઓને રૂ. ૩૬ હજારની સહાયનું વિતરણ કરાયું હતું. જ્યારે ૩૩૦થી વધુ લોકોએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય શ્રી સુમિતાબેન ચાવડા,ચાવડા, તાલુકા પંચાયત સભ્ય શ્રી લાભુબેન હુંબલ, સરપંચ શ્રી વીણાબેન હુંબલ, ઉપસરપંચ શ્રી મેસુરભાઈ કોઠીવાર, સી.ડી.પી.ઓ. શ્રી પ્રફુલાબેન મકવાણા,મકવાણા, મેડિકલ ઓફિસર ડૉ. વિશાલ દેગામા, વિસ્તરણ અધિકારી શ્રી શરદભાઈ મહેતા વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા.







