મુન્શી કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
સમીર પટેલ, ભરૂચ
આજ રોજ મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મુનીર મુન્શી સેકન્ડરી સ્કૂલ અને વાય.યુ. હાયર સેકન્ડરી સ્કૂલ તથા મર્હુમ દાઉદ મુન્શી ઉચ્ચતર માધ્યમિક શાળામાં સ્નેહ, જવાબદારી અને પર્યાવરણના જાગૃતિ પ્રસાર માટે એક વિશિષ્ટ વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ વન વિભાગના હેમંતભાઈ યાદવ અને પુષ્પકભાઈ ગોહિલ, તેમજ ભરૂચ શહેરના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને સંસ્થાના કમિટી મેમ્બર સલીમભાઈ અમદાવાદી સાહેબ અને સંસ્થાના ટ્રસ્ટી યુનુસભાઈ પટેલ અને CEO સુહેલભાઈ દુકાનદાર મુખ્ય મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પધારેલ મહેમાનો, સ્ટાફમિત્રો તથા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના ફુલછોડ અને વિશિષ્ટ વૃક્ષો વાવવામા આવ્યા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણની સુરક્ષા અને વૃક્ષોની જાળવણી સાથે સંકળાયેલ મહત્વના સંદેશને પ્રસારિત કરવાનો હતો. પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફને ફુલછોડ વાવતી વખતે પર્યાવરણીય અવગણના અને સંરક્ષણ વિશે સંકલ્પ આપવામા આવ્યો. તેમજ, દરેકને વૃક્ષોની તંદુરસ્ત માવજત કરવાના મહત્વ પર ભાર મૂકી તેની કાળજી લેવાની પ્રતિજ્ઞા લેવામાં આવી. વિશેષ મહેમાનો દ્વારા પર્યાવરણ સાથે સંકળાયેલા પ્રેરણાદાયી ભાષણો આપવામાં આવ્યા, જેમાં પ્રકૃતિના રક્ષણ અને શ્રેષ્ઠ વૃક્ષોની વૃદ્ધિ માટે પ્રયાસો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. આ પ્રસંગના અંતે, સ્કૂલના શિક્ષક ફારૂકભાઈ બંકા સાહેબ દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમનો સમાપન કરવામાં આવ્યો.