GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “વિકાસ સપ્તાહ-૨૦૨૫”સરધાર ગામમાં “વિકાસ સપ્તાહ” નિમિત્તે “વિકાસ રથ”ના થયા વધામણા

તા. 6/10/2025

વાત્સલયમ્ સમાચાર

સેવાસેતુ કેમ્પમાં વિવિધ સેવાઓનો નાગરિકોએ લાભ લીધો

Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં ૭મી ઓક્ટોબરથી “વિકાસ સપ્તાહ”નો આરંભ થયો છે, ત્યારે આજે રાજકોટ તાલુકાના સરધાર ગામમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે અહીં સેવાસેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો. આ સાથે ગામમાં થયેલા વિવિધ વિકાસ કાર્યોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

“વિકાસ સપ્તાહ” અંતગર્ત સાતમી ઓક્ટોબરે સવારે “વિકાસ રથ” સરધાર ગામમાં આવી પહોંચ્યો હતો. જેનું બાલિકાઓના હસ્તે પરંપરાગત રીતે કુમકુમ તિલક તથા પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૪ વર્ષના સુદીર્ઘ શાસનકાળમાં ગુજરાત રાજ્યે મેળવેલી સિદ્ધિઓની ઝાંખી ફિલ્મના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી.

સરધારમાં “વિકાસ સપ્તાહ” સાથે સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પી.જી.વી.સી.એલ., પશુપાલન, અનુસૂચિત જાતિની કચેરી દ્વારા સ્ટોલ રાખીને વિવિધ યોજનાઓનું માર્ગદર્શન નાગરિકોને આપવામાં આવ્યું હતું. ઉપરાંત આયુષ્માન કાર્ડ, વય વંદના કાર્ડ, આવકના દાખલા સહિતની સેવાઓ પણ અહીં રાખવામાં આવી હતી. જેનો લાભ અનેક નાગરિકોએ મેળવ્યો હતો.

અહીં મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો. જેમાં લોકોને ડાયાબિટીસ, બી.પી.ની પણ વિનામૂલ્યે તપાસ કરી આપવામાં આવી હતી ઉપરાંત જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી.

આ તકે ગામમાં નિર્મિત કોઝ વે, સી.સી. રોડ, ભૂગર્ભ ગટરના કામ, પેવર બ્લોકના કામના લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ચેતનભાઈ પાણ, સરપંચ શ્રી પિન્ટુભાઈ ઢાંકેચા, ગ્રામ પંચાયત સદસ્યો શ્રી રમેશભાઈ મકવાણા, શ્રી વિમલભાઈ કાશીપરા, વિસ્તરણ અધિકારી શ્રી શરદભાઈ મહેતા, તલાટી શ્રી હિતેશ નિદ્રોડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!