Rajkot: ‘વિકાસ સપ્તાહ’ રાજકોટ ખાતે ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’માં સહભાગી થતા સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રી, કલેક્ટરશ્રી સહિતના મહાનુભાવો
તા. 6/10/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: ‘વિકસિત ગુજરાત અને વિકસિત ભારત’ના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસન અને સર્વગ્રાહી વિકાસના ૨૪ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજથી ‘વિકાસ સપ્તાહ’નો પ્રારંભ થયો છે. જે અન્વયે આજે પ્રથમ દિવસે વિવિધ સ્થળોએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ શપથ ગ્રહણનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ કલેક્ટર કચેરી ખાતે “પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન, વચન અને કર્મથી તત્પર રહીશ”ના કોલ સાથે સાંસદ સર્વે શ્રી રામભાઈ મોકરિયા, કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહ, કલેક્ટર શ્રી ડૉ. ઓમ પ્રકાશ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.કે. ગૌતમ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓએ શપથગ્રહણ કર્યા હતા.
મહાનુભાવો તેમજ અધિકારીશ્રીઓએ સ્વદેશી મંત્રને સાકાર કરવા અને આત્મનિર્ભર ભારત બનાવવા, એક ભારત શ્રેષ્ઠ ભારત, ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના કેળવી દેશના વિકાસમાં સહભાગી થવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.