GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વિકાસ સપ્તાહ ગુજરાતની વિકાસ ગાથાને જન-જન સુધી પહોંચાડવા દરેક જિલ્લા દીઠ એક ‘વિકાસ રથ’નું આયોજન

તા. 9/10/2025

વાત્સલયમ્ સમાચાર

વિકાસ રથના માધ્યમથી પ્રથમ બે દિવસમાં જ રાજ્યભરમાં રૂ. ૧૩૦ કરોડથી વધુના ૨,૬૦૦ જેટલા કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ સંપન્ન

ગામડે-ગામડે ફરીને રથના માધ્યમથી વિવિધ યોજનાના ૧૧,૪૦૦થી વધુ લાભાર્થીઓને રૂ. ૮૩૮ લાખની સહાય વિતરણ કરાઈ

વિકાસ રથમાં ૪૧,૦૦૦થી વધુ નાગરિકોએ જોડાઈને વિકાસ સપ્તાહ અંતર્ગત “ભારત વિકાસ શપથ” લીધી

Rajkot: ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસ યાત્રાના ૨૪ સફળ વર્ષોની ઉજવણી નિમિત્તે તા. ૦૭ થી ૧૫ ઓક્ટોબર,૨૦૨૫ દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘વિકાસ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે ગુજરાતની વિકાસ ગાથાને જન-જન સુધી પહોંચાડવા પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા માહિતી અને પ્રસારણ વિભાગના સહયોગથી દરેક જિલ્લા દીઠ એક ‘વિકાસ રથ’નું આયોજન કરવામાં આવ્યું છે.

વિકાસ સપ્તાહ દરમિયાન ગુજરાતના ગામડે-ગામડે ફરીને આ વિકાસ રથ ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને તેમના ઘર આંગણે જ સહાય પહોંચાડી રહ્યા છે. આ ઉપરાંત વિકાસ રથ દ્વારા નાગરિકોને ગુજરાત સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યોની માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. આ રથના માધ્યમથી રાજ્યના નાગરિકો ગુજરાતના સર્વગ્રાહી વિકાસની સાફલ્ય ગાથાથી પરીચી થઇ રહ્યો છે.

વિકાસ સપ્તાહના પ્રથમ દિવસે જ વિવિધ જિલ્લામાં ૩૪ વિકાસ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પ્રથમ બે દિવસમાં આ વિકાસ રથ સાથે રાજ્ય મંત્રી મંડળના સભ્યો, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ ઉપરાંત ૧,૬૦૦થી વધુ સ્થાનિક પદાધીકારીશ્રી-અધિકારીશ્રીઓ અને ૪૧,૦૦૦થી વધુ નાગરીકો જોડાયા હતા. આ બે દિવસમાં વિકાસ રથના માધ્યમથી રાજ્યભરમાં કુલ રૂ. ૭૬.૮૩ કરોડથી વધુના ૧,૨૮૩ કામોના લોકાર્પણ તેમજ રૂ. ૫૩.૭૭ કરોડથી વધુના ૧,૩૨૦ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત વિકાસ રથના માધ્યમથી જ વિવિધ યોજનાના ૧૧,૪૦૦થી વધુ લાભાર્થીઓને કુલ રૂ. ૮૩૮ લાખથી વધુની સહાય વિતરણ કરવામાં આવી હતી. સાથે જ, વિકાસ રથ સાથે જોડાયેલા ૪૧,૦૦૦થી વધુ નાગરિકોએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” પણ લીધી હતી.

ગુજરાત સરકારની આ વિકાસ યાત્રામાં રાજ્યના યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત તમામ વર્ગોને જોડવામાં આવી રહ્યા છે, જેથી “વિકસિત ભારત @ ૨૦૪૭”ના સંકલ્પને સાકાર કરવામાં દરેક નાગરિક પોતાનું મહત્તમ યોગદાન આપી શકે.

Back to top button
error: Content is protected !!