GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટના શેલ્ટર હોમની વ્યવસ્થાઓની ચકાસણી કરતું જિલ્લા વહીવટીતંત્ર

તા.૩૦/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદના લીધે ઠેર ઠેર પાણી ભરાઈ જતાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે શેલ્ટર હોમની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં રાજકોટના લોહાણા વાડી અને કેવડાવાડી (લલ્ડી વોંકળી) ખાતે આશરે ૨૦૦ લોકો અને શાળા નં.૬૨માં સોરઠીયા વાડી ખાતે આશરે ૩૦૦ લોકો મળીને ૫૦૦થી વધુ લોકોને આશ્રય આપીને તેઓની જમવાની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
આ શેલ્ટર હોમમાં આશ્રિતોની પ્રાથમિક જરૂરિયાતો સમયસર પૂરી થાય છે કે કેમ એ બાબતે વહીવટી તંત્રના અધિકારીશ્રીઓએ મુલાકાત લીધી હતી. અને તમામ વ્યવસ્થાઓની ચકાસણી કરી જરૂરી સૂચનો કર્યા હતા.




