GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને લઈને જિલ્લા વહિવટી તંત્ર સતર્ક

તા.૨૬/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

જિલ્લાના દરેક તાલુકાઓમાં લાઈઝન ઓફિસરની કરાઈ નિમણુંક

તાલુકાઓમાં આકસ્મિક બનાવને પહોંચી વળવા માટે મેડિકલ ટીમ સ્ટેન્ડબાય

Rajkot: રાજકોટમાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર સતત કાર્યરત છે. આ તકે જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીએ વહિવટી તંત્રના સર્વે અધિકારીશ્રીઓ સાથે વાતચીત કરીને સમગ્ર રાજકોટ જિલ્લાની વરસાદીય સ્થિતિનો ચિત્તાર મેળવ્યો હતો.

જિલ્લામાં ભારે વરસાદને કારણે કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ દરેક તાલુકા દીઠ લાઈઝન ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે. જે અન્વયે દરેક તાલુકા લાઈઝન ઓફિસરો દ્વારા તેમને ફાળવેલા તાલુકાઓમાં ભારે વરસાદની પરિસ્થિતિને અનુસંધાને મીટીંગ કરીને જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

દરેક તાલુકાઓમાં આકસ્મિક બનાવને પહોંચી વળવા માટે મેડીકલ ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તેમજ ભારે વરસાદને કારણે થયેલા નુકશાન અંગે ત્વરીત કાર્યવાહી કરી શકાય તે માટે તાલુકાઓમાંથી નુકશાનીના રીપોર્ટ પણ મંગાવવામાં આવી રહ્યા છે. આમ રાજકોટ જિલ્લા વહિવટી તંત્રની ડિઝાસ્ટર ટીમ દ્વારા નાગરીકોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા સતર્કતા સાથે કામગીરી કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!