GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મગફળીના પાકમાં જીવાત નિયંત્રણ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો માટે સુચન જારી કરાયા

તા.૧/૯/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot; મગફળીના પાકમાં મોલો મશી, તડતડિયા, સફેદમાખી, થ્રીપ્સ જેવી ચૂસિયાં જીવાતો તેમજ લીલી ઇયળ, પાન ખાનાર ઇયળ જેવી ચાવીને ખાનાર જીવાતોના સંકલિત નિયંત્રણ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી દ્વારા ખેડૂતો માટે સુચન જારી કરાયા છે.

જેમાં મોલો મશી જીવાતના ઉપદ્રવનો અંદાજો મેળવવા તેમજ નિયંત્રણ માટે ખેતરમાં પીળા ચીકણા ટ્રેપ લગાવવા, દાળિયાની વસ્તી વધુ જણાય તો જંતુનાશક દવા છાંટવાનું મુલત્વી રાખવું,

ચૂસિયા જીવાતો તેમજ લીલી તથા પાન ખાનાર ઈયળ નિયંત્રણ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ અથવા લીંબોળીનું તેલ ૩૦-૪૦ મીલી અથવા લીમડા આધારીત તૈયાર દવા ૨૦ મિ.લિ. થી ૪૦ મિ.લિ. અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો, મોલો મશી, તડતડિયા, થ્રીપ્સ, સફેદ માખી જેવી ચૂસિયા જીવાતોના રાસાયણિક નિયંત્રણ માટે ડાયમીથોએટ 30 ઈ.સી. ૧૦ મિ.લિ. અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસ.એલ. ૩ મિ.લિ. અથવા થાયામિથોક્ઝામ ૨૫ ડબલ્યુ.એસ. ૩ ગ્રામ અથવા એસીટામીપ્રિડ ૨૦ એસ.પી. ૨ થી ૩ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ હોય તો ૧૦ થી ૧૨ દિવસ બાદ બીજો છંટકાવ કરવો. થ્રીપ્સ અને સફેદ માખીનો વધુ ઉપદ્રવ જણાય તો પ્રોફેનોફોસ ૪૦% સાયપરમેથ્રીન ૪ ટકા ૧૦ મિ.લિ. અથવા ડાયકેંથીયરોન ૫૦ વે.પા. ૧૦ ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫એસ.પી. 3 મિ.લિ. અથવા થાયમીથોક્ઝામ + લેમ્ડા સાયહેલોથ્રિન રર ઝેડ.સી. ૨૫ મિ.લિ. અથવા ડિનોટેફ્યુરાન ૨૦ એસજી ૩ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૦ થી ૧૨ દિવસ બાદ બીજો છંટકાવ કરવો.

પાન કથીરીના નિયંત્રણ માટે પ્રોપરગાઇટ ૫૭ ઈસી ૧૦ મિ.લિ. અથવા ફેનાઝાક્વીન ૧૦ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

લીલી ઇયળ તથા પાન ખાનાર ઈયળ નિયંત્રણ માટે હેકટર દીઠ ૫-૬ ફેરોમોન ટ્રેપ ગોઠવી તેમા પકડાતા નર ફુદાંનો નાશ કરવો જેથી ફુદાં દ્વારા મૂકાતા ઈંડાંમાંથી ઈયળો ઓછી પેદા થાય. લીલી તથા પાન ખાનાર ઈયળના જૈવિક નિયંત્રણ માટે બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૦ ગ્રામ અથવા આ જીવાતનું ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઇયળોનો ઉપદ્રવ વધુ જણાય ત્યારે કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા ક્વીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસ.એલ. ૧૦ મિ.લી. અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૪૮ એસ.સી. ૩ મિ.લી અથવા સ્પીનોસાડ ૪૫ એસ.એલ. ૩ મિ.લી. અથવા નોવાલ્યુરોન ૧૦ ઇ.સી. ૨૦ મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૨૦ એસ.સી 3 મિ.લી. અથવા થાયમીથોક્ઝામ + લેમ્ડા સાયહેલોથ્રિન રસ ઝેડ.સી. ૨.૫ મિ.લી. અથવા નોવાલ્યુરોન ઇન્ડોકઝાકાર્બ ૯.૭૫ એસ.સી ૧૮ મિ.લી. અથવા + ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ + લેમ્ડા સાયહેલોથ્રિન ૧૫ ઝેડ.સી. ૪ મિ.લી. અથવા નોવાલ્યુરોન + એમામેક્ટીન બેન્ઝોએટ ૬.૧૫ એસ.સી ૧૫ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જણાયતો ૧૦ થી ૧૨ દિવસ પછી કોઈપણ એક દવાનો બીજો છંટકાવ કરવો.

વધુ જાણકારી ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!