BHACHAUGUJARATKUTCH

ભચાઉ તાલુકાના ગુણાતીતપુરના પ્રાકૃતિક કૃષિ ફાર્મ ખાતે આત્મા યોજના અંતર્ગત ખેડૂતો સાથે વૈજ્ઞાનિક વાર્તાલાપ યોજાયો.

ખેડુતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામની માહિતી સાથે મોડેલ ફાર્મની મુલાકાત કરાવી માર્ગદર્શન આપવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ ,તા-૦૧ જુલાઈ :  રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે છેલ્લા ચાર વર્ષથી રાજય સરકાર દ્વારા તથા રાજયપાલશ્રીના માર્ગદર્શન હેઠળ ઝુંબેશના રૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષના અંત સુધીમાં રાજયમાં ૨૦ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તથા દરેક ગ્રામ પંચાયતમાં એક મોડલ ફાર્મ તૈયાર કરવાનો નિર્ધાર રાજ્ય સરકારશ્રીનો છે. જે અંતર્ગત તાજેતરમાં ભચાઉ તાલુકાના ગુણાતીતપુરના શેઠીયા પ્રાકૃતિક કૃષિ ફાર્મ ખાતે આત્મા યોજના અંતર્ગત ખેડૂત વૈજ્ઞાનિક વાર્તાલાપ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિના રાજ્ય સંયોજક શ્રી મહાત્મા પ્રફુલભાઇ સેજંલીયા, જિલ્લા સંયોજક શ્રી દેવશીભાઇ પરમાર, જિલ્લા સહસંયોજક શ્રી મણિલાલ માવાણી તેમજ તાલુકાઓના સંયોજકશ્રી, સહ સંયોજકશ્રી, પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ ધરાવતા ખેડુતો અને ફાર્મર માસ્ટર ટ્રેનર તેમજ આત્મા યોજનાના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર, બ્લોક ટેકનોલોજી મેનેજર અને આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર હાજર રહ્યા હતા. તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના તમામ આયામો તથા મોડલ ફાર્મની મુલાકાત મેળવી પંચસ્તરીય બાગાયત મોડલ ફાર્મ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિના રાજ્ય સંયોજકશ્રી મહાત્મા પ્રફુલભાઇ સેજંલીયા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મહત્વ વિશે, બાગાયતમાં પંચસ્તરીય પાકોના મોડલ ફાર્મની અગત્યતા અંગે, પાકોના મુલ્યવર્ધન અંગે તથા પ્રાકૃતિક કૃષિ પ્રદેશ સદસ્યશ્રી હિતેષભાઇ વોરા દ્વારા પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો વિશે માહિતી અપાઇ હતી. ઝોન સંયોજકશ્રી રતીલાલ શેઠીયા દ્વારા શેઠીયા ફાર્મામાં આવેલા પંચસ્તરીય બાગાયતી મોડલનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરાવી આ મોડલ ફાર્મમાંથી વર્ષ દરમિયાન થતી આવક અને ખર્ચ વિશે વિગતવાર ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. પ્રોજેકટ ડાયરેકટરશ્રી પી. કે. તલાટી દ્વારા શાબ્દીક સ્વાગત કરવા સાથે પ્રાકૃતિક કૃષિની અગત્યતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું . વિભાગીય સંશોધન કેન્દ્ર- ભચાઉ ના સહ સંશોધન વૈજ્ઞાનિક શ્રી આર.એમ. જાડેજા દ્વારા પ્રાકૃતિક કૃષિમાં જમીન, પાણી અને મિત્ર કીટકોની અગત્યતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યકમનું સંચાલન શ્રી કલ્પેશ મહેશ્વરી, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા દ્વારા કરવામાં આવ્યું હતું.

.

Back to top button
error: Content is protected !!