GUJARATJUNAGADH

વર્ષ ૨૦૨૫ માં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષામાં એક થી ત્રણ ક્રમે ઉત્તીર્ણ થયેલા જિલ્લાના સફાઈ કામદાર ના બાળકોને ઇનામ અને પ્રશસ્તિ પત્રથી કરાશે પ્રોત્સાહિત

વર્ષ ૨૦૨૫ માં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષામાં એક થી ત્રણ ક્રમે ઉત્તીર્ણ થયેલા જિલ્લાના સફાઈ કામદાર ના બાળકોને ઇનામ અને પ્રશસ્તિ પત્રથી કરાશે પ્રોત્સાહિત

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિત બાળકોમાં એક થી ત્રણ ક્રમે ધોરણ ૧૦ અને ૧૨ ની વર્ષ ૨૦૨૫ ની લેવાયેલ બોર્ડની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા બાળકોને ઇનામ અને પ્રશસ્તિ પત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ ધોરણ ૧૦ માં ઉતીર્ણ થયેલ પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ. ૪૧,૦૦૦૦, બીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ. ૨૧,૦૦૦૦, ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ. ૧૧,૦૦૦ અને ધોરણ ૧૨ માં વિજ્ઞાન પ્રવાહ – સામાન્ય પ્રવાહમાં ઉતીર્ણ થયેલ પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ. ૩૧,૦૦૦ બીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ. ૨૧,૦૦૦ ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ. ૧૧,૦૦૦નું ઇનામ આપવામાં આવશે.આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા નું કોઈ ધોરણ રાખવામાં આવેલ નથી. આ યોજના હેઠળ સફાઈ કામદારના આશ્રિત હોવા અંગેનો અધિકૃત અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.માર્ચ એપ્રિલ ૨૦૨૫ માં લેવામાં આવેલ એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડની પરીક્ષામાં ઉતીર્ણ થયેલ સફાઈ કામદારના આશ્રીત બાળકો / વિદ્યાર્થીઓ ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ વર્ષ ૨૦૨૫ ની માર્કશીટની નકલ રજૂ કરવાની રહેશે. આ યોજનાનું અરજી ફોર્મ નિગમ ની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર તારીખ ૩૦/૬/૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.આ અંગેની વધુ માહિતી માટે જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક (અનુસૂચિ જાતિ કલ્યાણ)ની કચેરી, બહુમાળી ભવન, બ્લોક નંબર ૧/૩, સરદાર બાગ પાસે જૂનાગઢનો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!