ARAVALLIGUJARATMODASA

મોડાસા જિલ્લા પંચાયત પરિસરમાં વિજશોર્ટથી પશુનું મોત.!! ઘટનાની તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ.

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા જિલ્લા પંચાયત પરિસરમાં વિજશોર્ટથી પશુનું મોત.!! ઘટનાની તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ.

અરવલ્લી જિલ્લા સેવાસદનના જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અને આઇ.સી.ડી.એસ કચેરી પાછળ ઉભા લોખંડના વિજપોલના ખુલ્લા વાયર ના કારણે એક પશુનું વિજ કરન્ટથી મોત નિપજ્યું હોવાની તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ છે.ઘટના સ્થળની મુલાકાત લેતા આ વિજપોલ પાસે બળી ગયેલ વીજ ઉપકરણ અને વાયર દ્રશ્યમાન થયા હતા.માત્ર આ જગ્યા પર નહીં પરંતુ જિલ્લા સેવાસદન પરિસરમાં સ્ટ્રીટ લાઈટના મોટા ભાગના વીજપોલ ઉપર ખુલ્લા વાયરો જોવા મળ્યા હતા.તંત્રની બેદરકારીથી આજે એક પશુએ જીવ ગુમાવ્યો છે.અહીં જો કોઈ કર્મચારી,અરજદાર કે અન્ય કોઈ વ્યક્તિ ભોગ બન્યો હોય તો જવાબદાર કોણ જેવા અનેક સવાલો ઉઠ્યા છે.સત્વરે આવા વિજપોલ ઉપરના ખુલ્લા વાયરોને વિજપોલની યોગ્ય જગ્યાએ ફિટ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!